સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન બિનખેતી કરવાની પ્રક્રિયામાં ચાલી રહેલા મોટા પાયે ભ્રષ્ટાચાર અને ‘સ્પીડ મની' રેકેટ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈ.ડી)દ્વારા મોટી કાર્યવાહી કરાઇ છે. ઈ.ડીએ તત્કાલીન ક્લેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ સહિત 6 વ્યક્તિ વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ દ્વારા ફરિયાદ દાખલ કરી છે. કોર્ટે તમામ આરોપી સામે પ્રોસેસ ઇસ્યૂ કર્યા છે. આ મામલે વધુ સુનાવણી 5 માર્ચના રોજ યોજાશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી ઈ.ડી.ના અધિકારીઓએ તત્કાલીન ક્લેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા છે.
રેસિ.એડિ.ક્લેક્ટર આર.કે. ઓઝા, મયુરસિંહ દિલીપસિંહ ગોહિલ, મયુર બલવંતરાય દવે અને જ્યરાજસિંહ હરપાલસિંહ ઝાલાની ધરપકડ કરી નથી. સુરેન્દ્રનગર જિલ્લામાં જ્મીન હેતુ ફેર કરવા માટે આવેલી અરજીઓમાં લાંચ લઈને કાર્યવાહી કરવામાં આવી હોવાના દસ્તાવેજો ઈ.ડીને મળ્યા હતા. ઈ.ડીએ રાજેન્દ્રકુમાર પટેલને ત્યાંથી હાર્ડડિસ્ક, ફેન, લેપટોપ, પેન ડ્રાઇવ, બે મોબાઈલ સહિત કુલ ૧૨ ડિવાઇસ જપ્ત કર્યા હતા.
જેમાં પેન ડ્રાઈવમાં મહત્ત્વની વિગતો મળી હતી. અરજી વિલંબિત ન થાય તે માટે સ્પીડમનીથી રૂપિયા લઈ ખંડણીનું રેકેટ સુરેન્દ્રનગર કલેક્ટર ઓફ્સિમાં ચાલતા આ સિસ્ટમેટિક કૌભાંડની મોડસ ઓપરેન્ડીથી કરતા હતા. જેમાં આરોપીની મુખ્ય ભૂમિકા હતી.
ઈ.ડી.એ પુરાવાના આધારે સુરેન્દ્રનગરના તત્કાલીન ક્લેકટર, નાયબ મામલતદાર, રેસિ.એડિ.ક્લેક્ટર, મયુરસિંહ દિલીપસિંહ ગોહિલ, મયુર બલવંતરાય દવે અને જયરાજસિંહ હરપાલસિંહ ઝાલા સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે.
સુરેન્દ્રનગરમાં જમીન એનએ કરવા માટે સિસ્ટમેટિક ચાલતા જમીન કૌભાંડમાં લાંચનો 50% હિસ્સો ક્લેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો, જ્યારે અન્ય રેસિ.એડિ.ક્લેક્ટર આર.કે. ઓઝાને ૨૫ ટકા મળતો હતો. ક્લેક્ટર રાજેન્દ્ર પટેલે જમીન બિનખેતી કરવા માટે ભાવ નક્કી કર્યા હતા. જેમાં પ્રતિ કે. મી. જમીન ૫ કરવા માટે રૂ.10નો ભાવ ચાલતો હતો. ઈ.ડીને મળેલી 800 શીટમાં રૂ.10 કરોડની લાંચ લીધી હોવાનું બહાર આવ્યું હતું. આ ગેરકાયદે પ્રક્રિયામાં લાંચના નાણાં પૂર્વ ક્લેક્ટર ઉપરાંત ક્લાર્કને ટકાવારી મુજબ મળતા હતા.