દ્વારકા એલસીબીની ટુકડી દ્વારા તપાસ દરમ્યાન વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) ૧.૧૫ કિલોગ્રામ કિ.૧,૧૫ કરોડના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી લેવામાં આવ્યા છે અને તેની સામે ગુનો દાખલ કરી રીમાન્ડ પર લેવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાએ દેવભૂમિ દ્વારકા જીલ્લાના દરીયાકાંઠા વિસ્તારને ધ્યાને લઇ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમનો ભંગ કરનાર ઇસમો ઉપર વોચ રાખી અનુસુચિમાં જણાવવામાં આવેલ સંરક્ષિત જીવોના અવશેષોના ગેરકાયદેસર વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમોને પકડી પાડી, કાયદેસરની કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે અનુસંધાને દેવભૂમિ દ્વારકા એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર બી.જે.સરવૈયા નાઓની રાહબરી હેઠળ પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી, વી.એન.સિંગરખીયા, એસ.એસ.ચૌહાણે અલગ અલગ ટીમો બનાવી દરીયાઇ વિસ્તાર ધરાવતા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પેટ્રોલીંગ ફરી ઉપરોકત મુજબની બાતમી હકીકતો મેળવવા સતત પ્રયત્નશીલ હતા.
દરમ્યાન પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી નાઓ દ્વારકા દરીયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય ત્યારે એલ.સી.બી.ના બલભદ્રસિંહ ગોહીલ, જગદીશભાઇ કરમુર, ઇંઈ પ્રદિપસિંહ જાડેજા, પીઠાભાઈ ગોજીયાને સંયુકત રીતે બાતમીદાર મારફતે વ્હેલ માછલીની ઉલ્ટી(એબરગ્રીસ)ની હેરફેર બાબતે ચોક્કસ બાતમી હકીકત મળતા આધારભુત માહિતી આધારે, દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારના દ્વારકા રેલ્વે સ્ટેશન રોડ પર સંયાજી સર્કલ નજીકથી નિરવ બાલાભાઈ ભટ્ટ ઉ.વ.-૩૫ રહે. નિર્મલનગર, ભાવનગર તથા સુનીલભાઈ ચંદ્રકાન્તભાઈ સંભવાણી ઉ.વ.-૪૭ રહે- શાસ્ત્રીનગર, ભાવનગરવાળા શંકાસ્પદ ઇસમોને કુલ વજન ૧.૧૫ કિ.ગ્રા. કિ.રૂ. ૧.૧૫ કરોડની વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી નાઓએ પકડી પાડી, રેન્જ ફોરેસ્ટ ઓફીસર દ્વારકા નાઓની કચેરીના અધિકારી દ્વારા પરીક્ષણ-તપાસ કરી કબ્જે કરવામાં આવેલ છે.
નિરવ અને સુનિલ નામના ઇસમોની પુછપરછ કરતા પોતાને આ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બગ્રીસ) ભાવનગર ખાતેથી વેચાણ અર્થે દ્વારકા લઇ આવેલ હોય અને વ્હેલ માછલીની ઉલ્ટી બહુ મુલ્યવાન હોય અને ઉંચી કિંમતવાળી હોવાનું જણાવેલ હોય અને તેનું વેચાણ કરવા ગ્રાહકની શોધખોળ કરતા હોવાની હકીકત જણાય આવેલ છે. મળી આવેલ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બગ્રીસ) અને બન્ને ઇસમો વિરૂધ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ દ્વારકા નાઓને સોંપી આપેલ છે.
આ કાર્યવાહી એલસીબી પીઆઇ બી.જે. સરવૈયાની સુચના મુજબ પીએસઆઇ બી.એમ. દેવમુરારી, વી.એન.સિંગરીયા, એસ.એસ.ચૌહાણ તથા બલભદ્રસિંહ ગોહીલ, જગદિસભાઇ કરમુર, દિનેશભાઇ માડમ, પ્રદિપસિંહ જાડેજા, પીઠાભાઇ ગોજીયા તથા હસમુખભાઇ કટારા, વિશ્વદિપસિંહ જાડેજા તથા રેન્જ ફોરેસ્ટ કચેરી દ્વારકાના સુનિલ ગોવીંદભાઇ કણઝારીયા, વનપાલ (રાઉન્ડ ફોરેસ્ટર) નાઓ દ્વારા કરવામાં આવેલ છે.