રાજકોટ મહાપાલિકામાં આગામી તા.૨૦ નવેમ્બરે સવારે ૧૧ કલાકે મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડ મિટિંગ મળનાર છે જેના આજરોજ પ્રસિધ્ધ થયેલા એજન્ડામાં સાંસદ સહિતનાઓને ટોપીની જમીન કપાતનું વળતર આપવા સહિતની ૧૨ દરખાસ્તો સમાવિષ્ટ છે.
જનરલ બોર્ડ મિટિંગના એજન્ડામાં સમાવિષ્ટ ૧૨ દરખાસ્તોમાં (૧) રાજકોટની આખરી નગર રચના યોજના નં.૯માં સમાવિષ્ટ આખરી ખંડ નં.૩૨/૯ તથા ૩૧/૫ થી શરુ કરી આખરી ખંડ નં.૩૨/૧/૧ તથા ૩૧/૧ સુધીના ૯ મીટરના ટી.પી. રસ્તાને લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ અંતર્ગત ૧૨ મીટર પહોળો કરવા માટે અસરગ્રસ્તોને વૈકલ્પિક વળતર આપવા (૨) રાજકોટ ક્લાઈમેટ રેસિલિયન્ટ સિટી એક્શન પ્લાન-ટુવર્ડસ નેટ ઝીરો ફફ્યુચર બાય ૨૦૭૦ના સફળ વ્યૂહરચનાત્મક અમલીકરણ તથા મોનીટરીંગ માટે ઈફેક્ટીવ ગવર્નન્સ અને ઇન્સ્ટીટ્યુશનલ અરેન્જમેન્ટ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નેટ-ઝીરો એન્ડ ક્લાઇમેટ રેસિલિયન્ટ સેલનું ગઠન કરવા (૩) સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપરેશન ફંડેડ કેપેસીટી બિલ્ડીંગ પ્રોજેક્ટ ઓન લો કાર્બન એન્ડ ક્લાઈમેટ રેસિલિયન્ટ સીટી ડેવેલોપમેન્ટ ઈન ઇન્ડિયા (કેપેસીટીસ) ફેઝ-૩ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ મહાપાલિકા અને ઇકલી સાઉથ એશિયા વચ્ચે થનાર એમઓયુને મંજુરી આપવા (૪) બીએસયુપી ૨ અને ૩ આવાસ યોજનાના ખાલી રહેલ ૧૦૫૬ આવાસો માટે લાભાર્થીઓ નક્કી કરવા (૫) ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પ્રખર વકતા કુમાર વિશ્વાસની કથાના આયોજન માટે રેસકોર્ષ ગ્રાઉન્ડના તમામ વિભાગો, કવિ રમેશ પારેખ રંગ દર્શન ગ્રાઉન્ડ તથા કવિ રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થિયેટર વિનામૂલ્યે ફાળવવા (૬) વોર્ડ નં.૯માં યુનિવર્સિટી રોડ પર ફોરેન્સિક લેબોરેટરીની બાજુમાં આવેલ રોડનું શ્રી દ્વારકાધીશ માર્ગ નામકરણ કરવા અંગે નિર્ણય લેવા (૭) વોર્ડ નં.૩માં રેલનગર વિસ્તારમાં સ્મશાન સામેનો રોડ ઉપર ટી.પી.સ્કીમ નં.૧૯ ધનશ્યામ રેસીન્ડેસીની પાસે મુરલીધર સોસાયટી(સુચીત) પાસે આવેલ ચોકને મુરલીધર ચોક નામકરણ કરવા અંગે નિર્ણય લેવા (૮) રેસકોર્ષ સંકુલ હસ્તક તથા મવડી ઇન્ડોર સ્ટેડીયમ સ્થિત વિવિધ રમતગમતના મેદાનો તથા સ્પોર્ટ્સ ફેસીલીટીના સભ્યપદના ફીના દરો તથા નિયમો રીવાઇઝડ કરવા તથા કોચિંગના દરો નિયત કરવા (૯) રેસકોર્સ સંકુલ તથા મવડી ઇન્ડોર સ્ટેડિયમ હસ્તકના વિવિધ રમતગમતના મેદાનો તથા સ્પોર્ટ્સ ફેસીલીટીના ભાડાના દરો તેમજ નિયમો રીવાઇઝડ કરવા (૧૦) રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય વહીવટ વિભાગની નાયબ મ્યુનિસિપલ કમિશનર, વર્ગ-૧ની ખાતાકીય ભરતી અન્વયે બિનઅનામત કેટેગરીની એક જગ્યા ઉપર પસંદગી કરેલ ઉમેદવારની આખરી પસંદગી કરવા (૧૧) સહયોગ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા વાલ્મીકી સમાજ સાથે મળીને રામદેવપીર સવરા મંડપ તથા સમૂહ લગ્નના આયોજન માટે રેસકોર્ષ ગ્રાઉન્ડના તમામ વિભાગો, કવિ રમેશ પારેખ રંગદર્શન ગ્રાઉન્ડ તથા કવિ રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થિયેટર વિનામુલ્યે ફાળવવા (૧૨) વોર્ડ નં.૧૧માં વેસ્ટ ઝોન પેકેજ હેઠળ તૈયાર થયેલ આવાસ યોજના(શિવ ટાઉનશીપ)ના શોપીંગ સેન્ટરની દુકાનો જાહેર હરરાજીથી વેચાણ આપી દસ્તાવેજ કરી આપવા સહિતની દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે.
કપાતના અસરગ્રસ્તોને શું વૈકલ્પિક વળતર ?
૧. ભગવાનજીભાઇ શામજીભાઈ તળાવીયાની ૨૦૫.૮ ચો.મી.જમીન કપાત પેટે જમીન માલિક વિવાન બિલ્ડકોન એલએલપીને મંજૂર થયેલ બિલ્ડિંગ પ્લાનમાં વૈકલ્પિક વળતર સ્વરૂપે માર્જીન, પાર્કિંગ તથા એફ એસઆઇ વળતરનો લાભ
૨.સ્થાપન રિયાલિટીઝ એલએલપીના ભાગીદાર પ્રફુલ્લભાઇ એન.ગંગદેવની ૧૧૦.૭૦ ચો.મી.જમીન કપાત પેટે મંજૂર થયેલ બિલ્ડિંગ પ્લાનમાં વૈકલ્પિક વળતર સ્વરૂપે માર્જીન, પાર્કિંગ તથા એફ એસઆઇ વળતરનો લાભ
૩. રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી વતી સુરેન્દ્રભાઇ મોતીલાલ પટેલની કપાતમાં ગયેલી ૪૪.૨૫ ચો.મી. જમીન પેટે મંજૂર થયેલ બિલ્ડિંગ પ્લાનમાં વૈકલ્પિક વળતર સ્વરૂપે માર્જીન, પાર્કિંગ તથા એફ એસઆઇ વળતરનો લાભ
૪.ભારતીબેન પ્રાણજીવનભાઇ હીરપરા વિગેરેની કપાતમાં ગયેલી ૮૫.૭૯ ચો.મી.જમીન સામે ભવિષ્યમાં બિલ્ડિંગ પ્લાન રજૂ કરે ત્યારે વૈકલ્પિક વળતર સ્વરૂપે માર્જીન, પાર્કિંગ તથા એફ એસઆઇ વળતરનો લાભ
૫.નિર્મળાબેન ભરતભાઇ પીપળીયા વિગેરેની કપાતમાં ગયેલી ૯૧.૮૭ ચો.મી. જમીનના વૈકલ્પિક વળતર સ્વરૂપે માર્જીન, પાર્કિંગ તથા એફએસઆઇ વળતરનો લાભ આપવા
૬. જેન્તીભાઇ મનજીભાઈ સગપરિયા વિગેરેની કપાતમાં ગયેલી ૨૭૭.૫૧ ચો.મી.જમીન સામે વૈકલ્પિક વળતર પેટે અસરગ્રસ્તની કપાતમાં ગયેલી જમીનથી નજીક આવેલા મનપાના અનામત પ્લોટ નં.આર-૨માં જમીન ફાળવણી કરવા
૭. શ્રી સરકાર વતી રાજકોટ જિલ્લા કલેક્ટર ની કપાતમાં ગયેલી ૧૭૮.૦૫ ચો.મી.જમીન પેટે વૈકલ્પિક વળતર સ્વરૂપે મનપાના અનામત પ્લોટ એસ.આઇ.-૬માં જમીન ફાળવવા તેમજ આ અંગે સ્કિમ વેરિડ કરવાની જગ્યાએ સરકારી ધોરણે જમીન ફાળવવા અલગથી કાર્યવાહી કરવા
૮. રામભાઇ હરજીભાઇ મોકરિયા તથા વિગેરેની કપાતમાં ગયેલી ૨૪૬.૯૩ ચો.મી. જમીન કપાતના વૈકલ્પિક વળતર સામે તેમની જમીનથી નજીક આવેલી મનપાની માલિકીના અનામત પ્લોટ નં.આર-૯માં જમીન ફાળવવા જનરલ બોર્ડમાં રજૂ કરાયેલી દરખાસ્તમાં સૂચવ્યું છે.