પોરબંદરના નવી બંદર ગામે ઘરેલુ હિંસા અધિનિયમ અંગે જાણકારી આપવામા આવી હતી.
મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી પોરબંદર દ્વારા કોમ્યુનીટી હોલ,નવીબંદર ગામ ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહિલા અને બાળ અધિકારીની કચેરી પોરબંદર દ્વારા ઇન્ટરનેશનલ ડે ફોર ધ એલીમીનેશન ઓફ વાયોલન્સ અગેન્સ્ટ વુમન્સ થી ૧૦ ડિસેમ્બર હ્યુમન રાઇટસ ડે સુધી મહિલાઓ વિદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત ૧૬ દિવસ સુધી મહિલાઓ અને કિશોરીઓ પર થતી જાતીગત હિંસા સંબંધિત મુદ્દાઓને અનુલક્ષી વિવિધ થીમ આધારિત જાગૃતિ કાર્યક્રમોના આયોજન કરવાના થાય છે.જે અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરેલ હતું.
આ કાયદાકીય જાગૃતિ સેમિનારમાં કાયદા નિષ્ણાત યોગેશભાઈ નનેરા દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ વિશે આ કાયદા વિશે સેક્શન મુજબ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ બાળલગ્નના કાયદા અંગે , એક્ટ તેમજ વિવિધ સમાજ સુરક્ષા કચેરી અને બાળ સુરક્ષા એકમ હસ્તક વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી. તેમજ જિલ્લા કાનૂની સતા મંડળ દ્રારા જારી કરાયેલ ટ્રોલ ફ્રી નંબર ૧૫૧૦૦ પર સંપર્ક કરીને નિ:શુલ્ક નિષ્ણાંત કાયદાવીદની જરી સલાહ મેળવી શકે છે. ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના કર્મચારી ડી.એચ.ઇ.ડબલ્યુ સંધ્યાબેન જોષી દ્વારા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ દિલીપભાઈ પરમાર દ્વારા વિવિધ હેલ્પલાઇન વિશે તેમજ ઓનલાઈન ફોર્મમાં ભરવાની માહિતી તેમજ ડોક્યુમેન્ટ વિશે માહિતી આપેલ હતી.આ સેમિનારમાં નવીબંદર ગામના સરપંચશ્રી સુમીતભાઈ કાણકિયા નિષ્ણાત યોગેશભાઈ નનેરાના કર્મચારી સંધ્યાબેન જોષી અને દિલીપભાઈ પરમાર,આંગણવાડી કાર્યકર બહેનો,આશાવર્કર સ્ટાફ તેમજ આ ગામની બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ગામ ખાસ કરીને માછીમારીનો વ્યવસાય કરતા લોકો અહી વસે છે,આ ગામની બહેનો સાથે સેમિનારનું આયોજન કરેલ હતું કારણકે આ વિસ્તારમાં લોકોને મહિલાલક્ષી યોજનાઓ અને કાયદાઓ અંગે કોઈ જાણકારી નથી.આ સેમિનાર દ્વારા ત્યાની બહેનોને ગંગા સ્વપા આર્થિક સહાય યોજના,વ્હાલી દીકરી યોજના ,મહિલા સ્વાવલંબન યોજના ,ગંગા સ્વપા પુન: લગ્ન આર્થિક સહાય યોજનાનો મહતમ લાભ લેવા માટે બહેનોને માહિતગાર કરેલ હતી.આ સેમિનારનું જિલ્લા મહિલા અને બાળ અધિકારી એચ.બી.ટાઢાંણીના માર્ગદર્શન હેઠળ આયોજન થયેલ હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેનના કર્મચારીઓ દ્વારા કરેલું હતુ.દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના નિવાસસ્થાન ખાતે રાજ્યના સાથી સાંસદોની સાથે ભારતીય જનતા પાર્ટી - ગુજરાતના સંગઠન પર્વની પ્રદેશ કાર્યશાળામાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને સંગઠનલક્ષી અમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ફક્ત એક રસીથી થઇ શકશે 15 પ્રકારના કેન્સરની સારવાર
May 02, 2025 10:14 AMજેસલમેરમાંથી આઈએસઆઈના જાસૂસની ધરપકડ
May 02, 2025 10:11 AMબૈસરનના હુમલાખોરો હજુ દક્ષિણ કાશ્મીરના જંગલોમાં છુપાયેલા છે
May 02, 2025 10:09 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech