ગોંડલના ડૈયા ગામે બાઈક ચાલકે 12 વર્ષના બાળકને ગોંડલ જવાનો રસ્તો પૂછી ગળામાં રહેલો સોનાના પેન્ડલ સાથેના ચેઇનની ચીલ ઝડપ કરી લેતા બાળકના પિતાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગત મુજબ ડૈયા ગામમાં રહેતા અને પીજીવીસીએલમાં ઇલેક્ટ્રિક આસી. તરીકે નોકરી કરતા ભરતભાઈ જાદવભાઈ છોટાળા (ઉ.વ.44) નામના યુવક તા.16ના ઘર પાસે રહેતા તેમના ભાઈના ઘરે સગાઈનો પ્રસંગ હોવાથી પરિવાર સાથે ત્યાં હતા દરમિયાન 12 વર્ષનો પુત્ર અક્ષ ગામમાં આવેલી સોડાની દુકાને સોડા લેવા માટે ગયો હતો અને થોડીવારમાં દોડતો આવી પિતાને જણાવ્યું હતું કે, મસ્જિદ વાળી શેરીમાં એક મોટરસાઇકલ વાળાએ મને ઉભો રાખી ગોંડલ તરફનો રસ્તો પૂછવાનું બહાનું કરી ગળામાં પહેરેલો સોનાનો ચેઇન આંચકો મારી ભાગી ગયો હતો. આથી બાળકના પિતા સહિતનાએ આજુબાજુમાં તપાસ કરતા શખસ મળી આવ્યો ન હોવાથી ગોંડલ તાલુકા પોલીસમાં બાળકના ગળામાંથી 12 ગ્રામનો પેન્ડલ સાથેનો ચેઇન કોઈ અજાણ્યો બાઈક ચાલક ઝૂંટવી ગયો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech