ખંભાળિયાના સતવારા વાડ વિસ્તારમાં રહેતા દુકાનદાર તથા ખાનગી કંપનીમાં નોકરી કરતા આશિષ કાંતિભાઈ કછટિયાએ પાંચ માસ માટે તેમના મિત્ર કાંતિલાલ મોમૈયાભાઈ ઔદિચ્ય પાસેથી સબંધના દાવે તેમજ અંગત કારણોસર વગર વ્યાજે રૂપિયા પાંચ લાખની રકમ હાથ ઉછીની લીધી હતી. જેના બદલામાં તેમણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા શાખાનો પોતાનો ચેક આપ્યો હતો. નિયત મુદતમાં ચેક ખાતામાં ભરશો એટલે તમારા નાણા મળી જશે તેવા વચન, વિશ્વાસ અને ભરોશો આપ્યો હતો.
ત્યાર બાદ કાંતિલાલ ઔદિચ્યએ મુદત દરમ્યાન ચેક પોતાના ખાતામાં જમા કરાવતા "ફંડ ઇન્સફીસીયન્ટ"ના શેરા સાથે ચેક પરત થયો હતો. જેથી કાંતિલાલ ઔદિચ્યએ તેમના વકીલ મારફતે નોટિસ આપી હતી. તેમ છતાં રકમ નહીં ચુકવતા કાંતિલાલ ઔદિચ્ય દ્વારા આશિષ કાંતિભાઈ વિરુધ્ધ અહીંની કોર્ટમાં નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબની ફરીયાદ દાખલ કરાવી હતી.
આ અંગેનો કેસ ચાલી જતા જજ શ્રી આર.આઈ. ચોપરાએ આરોપી આશિષને ઉપરોક્ત ગુનામાં ત્રણ માસની સજા તથા રૂ. 5000 નો દંડ અને ફરિયાદીને વળતર પેટે રૂ. પાંચ લાખ ચૂકવવા આદેશ કર્યો હતો. જો વળતરની રકમ ના ભરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો છે. ફરીયાદી તરફે એડવોકેટ તુષારભાઈ ત્રીવેદી અને અભિષેક ધ્રુવ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMચેટજીપીટીની મદદથી રસોયાએ લખી હતી ‘મિસ્ટર ઇન્ડિયા 2’ ની સ્ક્રિપ્ટ
May 02, 2025 11:59 AMભૂતનીને જોરદાર ઝટકો, પહેલા જ દિવસે ધોબીપછાડ
May 02, 2025 11:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech