BREAKING NEWS

ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, મગફળી, સોયાબીન, મગ-અડદની ટેકાના ભાવે આ તારીખથી થશે ખરીદી

  • November 05, 2025 04:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં કમોસમી વરસાદની અણધારી આફતને કારણે અનેક જિલ્લાઓમાં ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં રાજ્ય સરકારે ખેડૂતોની હિંમત બનીને તેમની આર્થિક સહાય માટે નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારએ રાજ્યના ખેડૂતો પાસેથી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. આ ખરીદી પ્રક્રિયા આવનારા 9 નવેમ્બરથી રાજ્યભરમાં શરૂ થશે.


કુદરતી આપતિની આ સ્થિતિમાં ખેડૂત પરિવારોને આર્થિક રાહત મળી રહે તે માટે સરકારે તત્કાલ પગલાં ભર્યા છે. તંત્રને સુચના અપાઈ છે કે કોઈ પણ અન્નદાતા પરિવારને તકલીફ ન પડે અને સહાય સમયસર પહોંચે તે માટે સંપૂર્ણ નિષ્ઠાથી કાર્ય કરવામાં આવે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોમાં રાહતનો શ્વાસ જોવા મળી રહ્યો છે અને કમોસમી વરસાદની અસર બાદ તેમની આર્થિક સ્થિતિમાં થોડી સ્થિરતા આવવાની આશા વ્યક્ત થઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application