BREAKING NEWS

શાહબાઝ શરીફની પોસ્ટ પર સવાલ: અમેરિકા કે ઇઝરાયલ દ્વારા અપાયેલા મેસેજની કોપી-પેસ્ટ?

  • April 08, 2026 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સોશિયલ મીડિયા પોસ્ટમાં મધ્ય પૂર્વમાં યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. જેમાં તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાનને નષ્ટ કરવાની ધમકીઓ બંધ કરવાની અપીલ કરી હતી, તેણે નવો વિવાદ ઉભો કર્યો. સોશિયલ મીડિયા પર લોકોએ દાવો કર્યો હતો કે આ અપીલનો પ્રારંભિક ડ્રાફ્ટ પાકિસ્તાનની બહારના કોઈ સંગઠન દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો, જેનાથી સમગ્ર મામલા પર વધુ પ્રશ્નો ઉભા થયા છે. પોસ્ટ કરાયેલા ફાઈનલ વર્ઝનમાં એક મિનિટ પહેલા અપડેટ કરાયેલ શાહબાઝ શરીફની સોશિયલ મીડિયા પોસ્ટનો ડ્રાફ્ટ સંદેશ હતોકે "ડ્રાફ્ટ: એક્સપર પાકિસ્તાનના પીએમ તરફથી મેસેજ. ડ્રોપ સાઇટ સબસ્ટેકના સ્થાપક રાયન ગ્રીમે જણાવ્યું હતું કે આ મેસેજ સંભવતઃ શાહબાઝ શરીફે પોતે લખ્યો નથી, કારણ કે તેમના પોતાના સ્ટાફ તેમને પાકિસ્તાનના પીએમ તરીકે સંબોધશે નહીં. શક્ય છે કે આ પોસ્ટ અમેરિકા અથવા ઇઝરાયલના કોઈ વ્યક્તિ દ્વારા લખવામાં આવી હોય.


ટોટલ એન્ડ કમ્પ્લીટ વિકટરી: અમે જંગ જીતી ગયા: ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રુથ સોશિયલ પર યુદ્ધવિરામની જાહેરાત કરતા કહ્યું ‘ટોટલ એન્ડ કમ્પ્લીટ વિકટરી’અમે જંગ જીતી ગયા. પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સાથેની વાતચીતના આધારે તેઓ બે અઠવાડિયા માટે ઈરાન પર બોમ્બમારો અને હુમલાને સ્થગિત કરવા સંમત થયા છે. જેમાં તેમણે વિનંતી કરી હતી કે હું આજે રાત્રે ઈરાન પર મોકલવામાં આવી રહેલા વિનાશક દળને રોકી દઉં અને ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન હોર્મુઝ સ્ટ્રેટના સંપૂર્ણ, તાત્કાલિક અને સલામત રૂપે ખોલવા સંમત થાય તો, હું બે અઠવાડિયાના સમયગાળા માટે ઈરાન પર બોમ્બમારો અને હુમલાને સ્થગિત કરવા સંમત છું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application