ઘુઘરાળા ગામે પુલમાં લકઝરીનો પાછળનો ભાગ અડી જતાં કામગીરી ઉપર સવાલો
ઘુઘરાળા ગામે પુલમાં લકઝરીનો પાછળનો ભાગ અડી જતાં કામગીરી ઉપર સવાલો
June 08, 2026 06:28 AM
બાબરા તાલુકાના ઘુઘરાળા ગામે ચાલી રહેલી પુલની કામગીરી પૂર્ણ થતાં વાહન વ્યવહાર માટે માર્ગ ખુલ્લ ો મુકવામાં આવ્યો હતો. જોકે, વાહનોની અવરજવર શ થતાં જ કામગીરીની ગુણવત્તા અને ડિઝાઇન અંગે પ્રશ્નો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ, લકઝરી બસ પુલ પર ચડતી વખતે બસનો પાછળનો ભાગ રોડને અડી જતો હોવાના ધ્શ્યો સામે આવ્યા છે. જેના કારણે સ્થાનિક લોકોમાં આશ્ચર્ય અને રોષની લાગણી જોવા મળી રહી છે. સ્થાનિકોમાંથી એવો સવાલ ઉઠી રહ્યો છે કે પુલની કામગીરી દરમિયાન યોગ્ય ટેકનિકલ માપદંડો અને વાહન વ્યવહારની જરિયાતોને ધ્યાનમાં લેવામાં આવી હતી કે નહીં. લોકો દ્રારા જવાબદાર તત્રં અને સંબંધિત એન્જિનિયરો સામે યોગ્ય તપાસ કરી જરી સુધારાત્મક પગલાં લેવા માંગ ઉઠી છે. સ્થાનિકોનું કહેવું છે કે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં જ તત્રં દ્રારા આ મુદ્દે ગંભીરતાથી ધ્યાન આપી યોગ્ય કાર્યવાહી કરવી જરી બની છે