રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટીની ત્રણ દિવસીય બેઠકના અંતે રેપો રેટમાં ૦.૨૫ ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વધારા સાથે રેપો રેટ ૫.૨૫ ટકાથી વધીને ૫.૫૦ ટકા થયો છે. આશરે સાડા ત્રણ વર્ષ બાદ આરબીઆઈ દ્રારા રેપો રેટમાં પ્રથમ વખત વધારો કરવામાં આવ્યો છે. આરબીઆઈના આ નિર્ણયની સીધી અસર લોન લેનારા ગ્રાહકો પર થઈ શકે છે. ખાસ કરીને હોમ લોનના વ્યાજદરમાં વધારો થવાની શકયતા હોવાથી આગામી સમયમાં ઈએમઆઈમાં પણ વધારો થઈ શકે છે. બીજી તરફ બેન્કો દ્રારા ફિકસડ ડિપોઝિટના વ્યાજદરમાં વધારો કરવામાં આવે તો બચત કરનારાઓને તેનો લાભ મળી શકે છે. રેપો રેટ વધારવા પાછળ ઐંચો ફુગાવો, પિયાની નબળાઈ, વૈશ્વિક બોન્ડ યીલ્ડમાં વધારો અને ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી થયેલો ઉછાળો જેવા પરિબળો મહત્વના માનવામાં આવે છે. હાલમાં દેશમાં ફુગાવો પાંચ ટકાની આસપાસ છે અને તેમાં વધુ વધારો થવાની ચિંતા વચ્ચે આરબીઆઈએ વ્યાજદર અંગે સાવચેતીભયુ વલણ અપનાવ્યું છે. આ અગાઉ સતત ત્રણ મોનિટરી પોલિસી બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. નવી બેઠકમાં દર વધારવા છતાં એમપીસીએ પોતાનું નીતિ વલણ ન્યુટ્રલ રાખ્યું છે. એટલે કે આગામી સમયમાં ફુગાવા અને આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વ્યાજદરમાં વધુ ફેરફાર કરવાની શકયતા ખુલ્લી રાખવામાં આવી છે. ક્રૂડ ઓઈલના ભાવમાં પણ ફરી વધારો નોંધાયો છે અને તે બેરલ દીઠ ૧૦૦ ડોલરની નજીક પહોંચ્યા છે. ક્રૂડ મોંઘું થવાથી આયાત ખર્ચ અને પરિવહન ખર્ચમાં વધારો થઈ શકે છે, જેની અસર મોંઘવારી પર પડી શકે છે. ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ ફેબ્રુઆરી ૨૦૨૩માં રેપો રેટમાં ૦.૨૫ ટકાનો વધારો કરીને તેને ૬.૫૦ ટકા કર્યેા હતો. ત્યાર બાદ રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. હવે ફરી ૦.૨૫ ટકાના વધારા સાથે રેપો રેટ ૫.૫૦ ટકા થયો છે. આરબીઆઈનો આ નિર્ણય આગામી દિવસોમાં લોનના વ્યાજદર અને એફડીના રિટર્ન માટે મહત્વપૂર્ણ બની શકે છે