રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભાજપે નેતાઓને ચોંકાવી દીધા છે. ખાસ કરીને છેલ્લા કેટલાય ટર્મથી જીતતા આવતા કોર્પોરેટરોને આ વખતે 'ઘરભેગા' કરવામાં આવ્યા છે.
વોર્ડ નંઃ 01માં ભાજપે અલ્પનાબેન મોરઝરિયા, સેજલબેન ચૌધરી, જયરાજસિંહ જાડેજા અને પરેશ ઠાકરની પેનલ મેદાને ઉતારી: ત્રણ સીટિંગ કોર્પોરેટરની ટિકિટ કાપી
વોર્ડ નંઃ 02માં ભાજપે ધૈર્ય પારેખ, મીનાબા જાડેજા, ડો.શૈલેષ વસાણી, દક્ષાબેન વાઘેલાની પેનલ ઉતારી: પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને પૂર્વ દંડક સહિત ત્રણ ઉમેદવાર બદલ્યા
વોર્ડ નંઃ 03માં ભાજપે નરેન્દ્રસિંહ (ટીકુભા) જાડેજા અને અલ્પાબેન દિપકભાઇ દવે રિપિટ કર્યા, હીનાબેન નવીનભાઇ બેલાણી, અજય હરેશભાઇ મજેઠીયાની પેનલ જાહેર કરી: બાબુભાઇ ઉધરેજા, કુસુમબેન ટેકવાણીનું પત્તુ કાપ્યું
વોર્ડ નંઃ 08માં ભાજપે ચારેય ઉમેદવાર બદલ્યા: કિરણબેન માંકડીયા, રીટાબેન સખીયા, મનીષ ભટ્ટ અને પ્રવીણ સેગલીયાને ટિકિટ આપી
વોર્ડ નંઃ 10માં ક્ષત્રિય આંદોલનનો ચેહરો ભાર્ગવીબા ગોહિલ સાથે RJ આભા પણ ઉમેદવાર જાહેર થતા મહિલા પેનલ મજબૂત બની
વોર્ડ નંઃ 13માં એક માત્ર સોનલબેન સેલારા રિપિટ: જયાબેન ડાંગર, નીતિન રામાણી અને સુરેન્દ્રસિંહ વાળાની ટિકિટ કપાઈ: ભાજપે મોહિતસિંહ જાડેજા, માધવી બેન બદ્રકિયા, પંકજ લુણાગરિયા ને ટિકિટ આપી
વોર્ડ નંઃ 14માં ભાજપે હિરેન ખીમાણિયા, કેતન પટેલ, ચંદાબેન વાળા અને અરૂણાબેન આડેસરાની પેનલ મેદાને ઉતારી: ત્રણ સીટિંગ કોર્પોરેટરની ટિકિટ કટ
ભાજપે વોર્ડ નંઃ 12માં પૂર્વ મેયર ડો.પ્રદીપ ડવ, વોર્ડ નંઃ 05માં દિલીપ લુણાગરિયા અને રસીલાબેન સાકરિયા, વોર્ડ નંઃ 06માં પરેશભાઈ આર.પીપળીયા, વોર્ડ નંઃ 07માં વર્ષાબેન પાંધી સહિતના સીટિંગ કોર્પોરેટર રીપીટ કર્યા
રાજકોટ મામલે પ્રદેશ ભાજપ આકરા પાણીએ
પૂર્વ મેયર નયનાબેન પેઢડીયા, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર, પૂર્વ શાસક નેતા લીલુબેન જાદવ, પૂર્વ દંડક મનિષ રાડિયા, નેહલ શુક્લ, દેવાંગ માંકડ, વિનુ ધવા સહિત અનેક મોટા માથાઓની ટિકિટ કપાઈ.