BREAKING NEWS

રાજકોટમાં વ્હાઇટ એલઇડી લાઈટ સામે RTOની લાલ આંખ: 529 વાહનચાલકોને 5.29 લાખનો દંડ

  • September 02, 2026 04:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેર વિસ્તાર હોય કે હાઇવે ટ્રાફિક અને રોડ સેફટીના નિયમોનું પાલન તો નહીં જ કરીએ, જેવી જનતાની માનસિકતાના લીધે વાહન લઈને નીકળતા લોકો પોલીસ અને આરટીઓની ઝપટે ચડી મસમોટો દંડ ભરી રહ્યા છે.

રાજકોટ આરટીઓ દ્વારા ઓગસ્ટ મહિનામાં ખાસ કરીને હાઇવે ચેકીંગ દરમિયાન જુદા જુદા ટ્રાફિક અને રોડ સેફટીના નિયમોના ભંગ બદલ 2017 વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી રૂ.66,34,308નો દંડ વસુલ કર્યો હતો. જેમાં સૌથી વધુ વ્હાઇટ એલઇડી લાઈટ સાથે નીકળેલા 529 વાહન ચાલકોને 5.29 લાખનો દંડ ફટકાર્યો હતો.

આ ઉપરાંત પીયુસી, હેલ્મેટ, સીટબેલ્ટ, વીમા વગર તેમજ ઓવરલોડ વાહન હંકારનાર ચાલકો સામે પણ દંડનીય કાર્યવાહી કરી છે.

આ કાર્યવાહી રાજકોટ આરટીઓ આઈ.એસ.ટાંકનીની સૂચનાથી ઇન્સ્પેકટરની ટિમ દ્વારા કરવામાં આવી હતી.


ક્યાં ગુનામાં કેટલો દંડ ફટકારવામાં આવ્યો

ક્રમ- ગુનાની વિગત - કેસની સંખ્યા - દંડની રકમ

(1) વ્હાઇટ લાઇટ એલઈડ - 529 - 5,29,000

(2) રેડિયમ રેફલેકટર- 249 - 2,49,000

(3) પીયુસી ચેકીંગ - 237 - 1,18,500

(4) ઓવરલોડીગ - 193 - 24.07000

(5) ડ્રાઇવિંગ લાયસન્સ - 185 - 5,55,000

(6) ફિટેનશ વગરના વાહન -161 - 8,05000

(7) થર્ડ પાર્ટી વીમા - 128 - 2,56,000

(8) ઓવર ડાઇમેન્સન - 123 - 6,89000

(9) વાહન સેફટી એંગલ -61 - 61000

(10) ભયજનક રીતે અને ઓવરસ્પીડ - 03 - 9000

(11) સીટબેલ્ટ - 7 -3500

(12) અન્ય - 82 - 41000



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application