BREAKING NEWS

વાજડીગઢ-વેજાગામમાં ત્રણ ટીપી સ્કિમ સરકારમાં મોકલવા રૂડા બોર્ડની બહાલી

  • November 21, 2025 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રૂડા કચેરી ખાતે વાજડી ગઢ અને વેજા ગામ વિસ્તારની ત્રણ ટીપી સ્કિમોના વાંધા-સૂચનો અંગે નિર્ણય કરવા ચેરમેન તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને આજે બોર્ડ મિટિંગ મળી હતી જેમાં વાજડીગઢ-વેજાગામની ટીપી સ્કીમ નં.૮૦, ૮૧ અને ૮૨નો મુસદ્દો જાહેર કર્યા બાદ જમીન માલિકો પાસેથી વાંધા સૂચનો મંગાવવામાં આવેલ જેની મુદત પૂર્ણ થતા આવેલ તમામ વાંધા અરજીઓના નિકાલ માટે નિર્ણય લઇને ત્રણેય સ્કીમો સરકારમાં મોકલવા નિર્ણય કર્યો હતો.

દરમિયાન આ અંગે રૂડાના સૂત્રોએ જણાવ્યું હતું કે ઉપરોક્ત ત્રણેય ટીપી સ્કીમોમાં કુલ વીસેક વાંધાઓ રજૂ થયા હતા જેમાંથી

ડીઆઈએલઆરમાંથી નિમતાના થઇને આવ્યા હોય તેવા પાંચેક વાંધા ગ્રાહ્ય રાખવાને પાત્ર જણાયા હતા તે ગ્રાહ્ય રાખીને ત્રણેય સ્કીમો સરકારમાં મોકલવાનું નક્કી કરાયું હતું. ત્રણેય ટીપી સ્કીમોની દરખાસ્તો સર્વાનુમતે મંજૂર થઈ હતી.



ટીપી સ્કિમોની મંજૂર થયેલી દરખાસ્તો

(૧) રૂડાની સુચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૮૦ (વાજડીગઢ-વેજાગામ)ની સત્તામંડળ દ્વારા અધિનિયમ-૧૯૭૬ તથા નિયમો-૧૯૭૯ હેઠળ કાર્યવાહી કરી કલમ-૪૨(૧) હેઠળ બહાલ રાખવા તથા અધિનિયમ-૧૯૭૬ની કલમ-૪૭ હેઠળ મળેલા વાંધા સૂચનો અને રજુઆતો માટે નિર્ણય કરવા અને અધિનિયમ-૧૯૭૬ની કલમ-૪૮(૧) હેઠળ રાજ્ય સરકારને મંજુરી અર્થે મોકલવાનું મંજૂર

(૨) સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૮૧ (વેજાગામ)ની સત્તામંડળ દ્વારા અધિનિયમ-૧૯૭૬ તથા નિયમો-૧૯૭૯ હેઠળ કાર્યવાહી કરી કલમ-૪૨ (૧) હેઠળ બહાલ રાખવા તથા અધિનિયમ-૧૯૭૬ની કલમ-૪૭ હેઠળ મળેલા વાંધા સૂચનો અને રજુઆતો માટે નિર્ણય કરવા અને અધિનિયમ-૧૯૭૬ ની કલમ-૪૮ (૧) હેઠળ રાજ્ય સરકારને મંજુરી અર્થે મોકલવાનું મંજૂર

(૩) સૂચિત મુસદ્દારૂૂપ નગર રચના યોજના નં.82 (વેજાગામ)ની સત્તામંડળ દ્વારા અધિનિયમ-1976 તથા નિયમો-1979 હેઠળ કાર્યવાહી કરી કલમ-42(1) હેઠળ બહાલ રાખવા તથા અધિનિયમ-1976 ની કલમ-47 હેઠળ મળેલા વાંધા સૂચનો અને રજુઆતો માટે નિર્ણય કરવા અને અધિનિયમ-1976 ની કલમ-48(1) હેઠળ રાજ્ય સરકારને મંજુરી અર્થે મોકલવાનું મંજૂર



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application