BREAKING NEWS

યુગાન્ડા, મહારાષ્ટ્રથી રૂપલલના બોલાવી ચલાવાતા કુટણખાના પર દરોડો; દારૂની બોટલ પણ મળી

  • December 18, 2025 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના પોશ વિસ્તાર એવા યુનિવર્સિટી રોડ પર જલારામ- ૨ માં આવેલા હેતધારા કોમ્પ્લેક્સના ભાડાના મકાનમાં ચાલતા કૂટણખાના પર ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડયો હતો. અહીં યુગાન્ડા, મહારાષ્ટ્ર, અમદાવાદની મળી ચાર રૂપલલના પાસે દેહવ્યાપાર કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસની તપાસમાં અહીંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. પોલીસ કુટણખાના સંચાલક મહિલા સહિત બેને ઝડપી લઇ રૂ.૧૫૦૦ ની મત્તા કબજે કરી હતી. અહીં છેલ્લા દોઢેક માસથી કુટખાનું ચાલતુ હોવાનું માલુમ પડ્યું છે. સંચાલક ગ્રાહક પાસેથી ૨૫૦૦ લઇ રૂપલલનાને રૂ.૧૦૦૦ આપતા હતાં. પોલીસે ઇમોરલ ટ્રાફિકીંગ અને પોહિબિશન અંગેના બે ગુના નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


પોલીસે ડમી ગ્રાહકને મોકલી દરોડો પાડ્યો

જાણવા મળતી વિગતો મુજબ, ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.આર.મેઘાણીની રાહબરી હેઠળ પીએસઆઇ વી.ડી.રાવલિયા તથા ટીમ પેટ્રોલીંગમાં હતી.દરમિયાન બાતમી મળી હતી કે, હેતધારા કોમ્પ્લેક્સમાં બ્લોક નં. ૧૦૧માં ભાડે રાખેલા મકાનમાં માયાબેન કાકડીયા કૂટણખાનુ ચલાવે છે. આ બાતમીના આધારે ડમી ગ્રાહકને મોકલી દરોડો પાડતાં આ સ્થળેથી બંને આરોપીઓ માયાબેન કાકડીયા (ઉ.વ.૩૨, રહે. સમૃદ્ધિપાર્ક શેરી નં. ૧ મવડી, મૂળ વડોદરા) અને સુમિત ઉર્ફે સન્ની નીલેશભાઈ રામી(રહે. અમદાવાદ) ઉપરાંત યુગાન્ડા, મહારાષ્ટ્ર, અમદાવાદની મળી ચાર રૂપલલનાઓ મળી આવી હતી.


ગ્રાહક અને અમદાવાદની રૂપલલના કઢંગી હાલતમાં મળી

બીજી તરફ તપાસ કરતાં અંદર રૂમમાંથી ડમી ગ્રાહક અને અમદાવાદની રૂપલલના કઢંગી હાલતમાં મળી આવી હતી. જેની પાસેથી રૂા. ૧૦૦૦ની રોકડ મળી હતી. પૂછપરછમાં રૂપલલનાએ પોલીસને જણાવ્યું હતું કે, બંને આરોપી ગ્રાહકદીઠ રૂા. ૨૫૦૦ લેતા હતા. જેમાંથી રૂા.૧૦૦૦ તેને આપતા હતા. મકાનમાં તપાસ કરતાં રસોડામાં પ્લેટફોર્મ નીચે આવેલા ડ્રોઅરમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. પોલીસે તપાસ રોકડ રૂ.૧૫૦૦ તથા સાત નિરોધ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


બે અલગ અલગ ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી

આરોપીઓ છેલ્લા દોઢેક મહિનાથી આ સ્થળે કૂટણખાનુ ચલાવતા હોવાનુ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.બંને આરોપીઓ સામે ધી ઈમોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટની કલમ અને પ્રોહિબિશન એકટની કલમ હેઠળ બે અલગ અલગ ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News