BREAKING NEWS

ગુજરાતના ખેડૂતો માટે મોટી રાહત...આવતીકાલથી વરસાદનું જોર ઘટશે, અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ નબળી પડી

  • November 02, 2025 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી કમોસમી વરસાદથી ગુજરાત મુશ્કેલીમાં મુકાયું છે. ખાસ કરીને માવઠાથી મગફળીના તૈયાર પાક અને કપાસનો સોંથ વળી ગયો છે. જોકે હવે ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની સંભાવના છે. અરબી સમુદ્રમા ઉદભવેલી વરસાદી સિસ્ટમ નબળી પડી ગઈ છે. જોકે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે.  


અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે વરસાદી માહોલ બન્યો હોવાની વાત સામે આવી છે, આગામી દિવસોમાં વરસાદ વિદાય લેશે અને ગુલાબી ઠંડીની શરૂઆત થશે.


હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદ, મહિસાગર, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.


સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓરેન્જ એલર્ટ, દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ

આગામી વરસાદી સિસ્ટમની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળશે, જ્યાં ભારે વરસાદની સંભાવના છે. આથી હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારો માટે 3 દિવસ માટે ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ આગામી 2 દિવસ માટે ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેનાથી શહેરી વિસ્તારોમાં પણ સામાન્ય જનજીવનને અસર થઈ શકે છે.


માછીમારોને દરિયો ના ખેડવાની ચેતવણી

અતિભારે વરસાદની આગાહીની સાથે સાથે રાજ્યના અન્ય અનેક વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મોરબી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, નર્મદા, છોટાઉદેપુરમાં વરસાદી ઝાપટાં પડવાની કે હળવો વરસાદ થવાની શક્યતા છે. આ સંભવિત ખરાબ હવામાન અને દરિયાની અશાંત સ્થિતિને ધ્યાનમાં રાખીને, આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. રાજ્યના તમામ પોર્ટ પર જોખમ સૂચવતું LCS 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, જે સૂચવે છે કે પોર્ટ છોડતા જહાજોને હવામાન સંબંધી ગંભીર ચેતવણીઓ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application