BREAKING NEWS

ત્રણ-ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ: નવ રાજ્યોમાં તોફાની પવન સાથે વરસાદની ચેતવણી

  • January 20, 2026 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બબ્બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપરાઉપરી આવી રહ્યા હોવાથી જમ્મુ કશ્મીર સહિતના નોર્થ વેસ્ટ ના રાજ્યોમાં વરસાદ માટેની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી હતી. હવે બે નહીં પરંતુ ત્રણ ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બનના કારણે ભારેથી અતિ ભારે વરસાદ અને તોફાની પવનની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગઈકાલે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્ટ અને આજે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન એક્ટિવેટ થયા પછી આવતીકાલે વધુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય છે અને તેના કારણે કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખ સહિત નવ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.


હવામાન ખાતાના આ અંગેના ખાસ બુલેટિનમાં જણાવાય મુજબ કાશ્મીરના ખીણ વિસ્તારમાં તારીખ 22- 23 ના રોજ અતિ ભારે વરસાદ અને તોફાની પવન માટે એલર્ટ અપાયું છે. આ દિવસો દરમિયાન પ્રતિ કલાકના 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફુકાશે અને આવું જ વાતાવરણ હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારમાં તારીખ 23 ના રોજ જોવા મળશે. જો કે આ વિસ્તારોમાં વરસાદ તો અત્યારથી જ ચાલુ થઈ ગયો છે અને હિમવર્ષા પણ અમુક જગ્યાએ ચાલુ થયાના સમાચારો મળી રહ્યા છે.


જમ્મુ કશ્મીર લદાખ અને હિમાચલ પ્રદેશ ઉપરાંત પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ વરસાદ માટેની ચેતવણી આપવામાં આવી છે.


પંજાબના ઉત્તર તરફના ભાગમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્ટ અને તેની સાથો સાથ સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળે છે. આવી જ બીજી સિસ્ટમ રાજસ્થાનમાં ઉદભવી છે અને તેના કારણે નોર્થ ઈસ્ટના રાજ્યો પણ પ્રભાવિત થઈ રહ્યા છે. ત્રીજું એક પ્રભાવશાળી વેસ્ટન ડીસ્ટર્બન્સ તારીખ 21 ના આવતીકાલે રાત્રીથી અસરકર્તા બનશે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાંથી ભેજ ખેંચવાનું આગામી તારીખ 22 થી 23 શરૂ થશે અને તેના કારણે ભેજવાળા વાદળો જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application