BREAKING NEWS

અરબી સમુદ્રમાં ભારે કરંટ: કાલથી ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદ પડશે, માછીમારોને 9મી સુધી દરિયો ન ખેડવા સૂચના

  • April 06, 2026 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બબ્બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે દેશના અનેક રાજ્યોમાં માવઠાનો વરસાદ પડી રહ્યો છે. આવતીકાલે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં પણ માવઠું થશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.


ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ આવતીકાલ તારીખ 7 ના રોજ સમગ્ર નોર્થ વેસ્ટ ઇન્ડિયાને પ્રભાવિત કરે તેવું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉદભવશે. આ ઉપરાંત અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન જેવી સિસ્ટમના કારણે જમ્મુ કશ્મીર લદાખ પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશ તામિલનાડુ ઉત્તરાખંડ ઓડિશા આંધ્રપ્રદેશ આસામ મેઘાલય દિલ્હી ઉત્તર પ્રદેશ રાજસ્થાન સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદ પડશે.


બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં આંધ્રપ્રદેશ નજીક અને અરબી સમુદ્રમાં નોર્થ ઈસ્ટ દિશામાં વિદર્ભ નજીક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળ્યું છે અને તેના કારણે આ બંને સમુદ્રમાં જોરદાર કરંટ ઊભો થયો છે. માછીમારોને આગામી તારીખ 9 સુધી દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે.


વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં ગઈકાલથી ગરમીના પ્રમાણમાં વધારો શરૂ થયો છે. રવિવારે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન રાજકોટમાં 36.3 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ અમરેલી ભુજ સહિતના શહેરોમાં મહત્તમ તાપમાન ફરી 35 ડીગ્રી ને પાર કરી ગયું છે. અમરેલીમાં 35.3 અમદાવાદમાં 35 ભુજમાં 35.3 ડિગ્રી મહત્તમ તાપમાન રવિવારે નોંધાયું હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ નોર્થ વેસ્ટના રાજ્યોમાં આજે પણ ગરમીના પ્રમાણમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થશે અને ત્યારબાદ આવતીકાલથી તેમાં થોડી રાહત મળશે. સૌરાષ્ટ્રના અન્ય શહેરોના મહત્તમ તાપમાનની વાત કરીએ તો રવિવારે ભાવનગરમાં 33.6 દ્વારિકામાં 29 કંડલામાં 33.7 નલિયામાં 32.4 ઓખામાં 30.9 પોરબંદરમાં 31.7 અને વેરાવળમાં 29.8 ડિગ્રી મહત્તમ તાપમાન હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application