બંગાળની ખાડીમાં સર્જાયેલું લો–પ્રેશર નબળું પડતાં ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટી રહી છે. આજે સવારે ૬ વાગ્યે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાયના કુલ ૯૫ તાલુકામાં વરસાદ નોંધાયો હતો, પરંતુ સૌરાષ્ટ્ર્ર–કચ્છના માત્ર ૨૨ તાલુકામાં જ હળવાથી સામાન્ય વરસાદ પડો હતો. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર્ર–કચ્છ સહિત રાયના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શકયતા વ્યકત કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર–પશ્ચિમ બંગાળની ખાડી અને ઉત્તર ઓડિશા–પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા પર રહેલું સ્પષ્ટ્ર લો–પ્રેશર ૧૭ જુલાઈએ નબળું પડી સામાન્ય ઓછા દબાણના ક્ષેત્રમાં પરિવર્તિત થયું છે. આ સિસ્ટમ હાલમાં ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખડં અને ઉત્તર ઓડિશા આસપાસ સક્રિય છે અને તેની સાથેનું ચક્રવાતી પરિભ્રમણ ૫.૮ કિમીની ઐંચાઈ સુધી વિસ્તરેલું છે. આગામી ૨૪ કલાક દરમિયાન આ સિસ્ટમ વધુ નબળી પડવાની શકયતા દર્શાવવામાં આવી છે.
દરમિયાન મોનસૂન ટ્રફ અમૃતસર, ચંદીગઢ, શાહજહાંપુર, બસ્તી, પટણા થઈ પશ્ચિમ બંગાળ અને બંગાળની ખાડી તરફ લંબાયેલો છે. ઉપરાંત દક્ષિણ–પશ્ચિમ રાજસ્થાન ઉપર ઉપલા હવાનું ચક્રવાતી પરિભ્રમણ તેમજ ઉત્તર પાકિસ્તાન તરફ પશ્ચિમી વિક્ષેપ પણ સક્રિય છે. જોકે ગુજરાત ઉપર તેની અસર મર્યાદિત રહેતા ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ નથી.
સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ ૩૬ મીમી વરસાદ ભાવનગર શહેરમાં નોંધાયો હતો. બોટાદ જિલ્લાના બરવાળામાં ૨૧ મીમી વરસાદ પડો હતો. ઉપરાંત જેસર અને દ્રારકામાં ૯–૯ મીમી, બગસરા ૮ મીમી, બોટાદ ૪ મીમી, કુંકાવાવ–વાડિયા, ભચાઉ, વંથલી, તાલાલા, મોરબી, જામનગર, કેશોદ, ધ્રોલ, જૂનાગઢ, નખત્રાણા અને જેતપુર સહિતના તાલુકાઓમાં ૧થી ૪ મીમી સુધીનો હળવો વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ ૧૮થી ૨૪ જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર્ર–કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા પ્રમાણમાં વધુ રહેવાની શકયતા છે, યારે સૌરાષ્ટ્ર્રમાં મોટાભાગે છૂટાછવાયા ઝાપટાં અને સ્થાનિક વરસાદી માહોલ યથાવત્ રહે તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે