BREAKING NEWS

અમિત ખુંટ આપઘાત પ્રકરણમાં રાજદીપસિંહની આગોતરા જામીન અરજી સુપ્રીમ કોર્ટ દ્વારા પણ નામંજુર

  • October 14, 2025 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલ તાલુકાના રીબડાનાં અમિત દામજીભાઈ ખુંટનાં આપઘાત પ્રકરણમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદિપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજીમાં ગુજરાત હાઇકોર્ટ નો જામીન અરજી કરવાનો હુકમ કાયમ રાખવામાં આવ્યો છે. આથી હવે અન્ય કોઈ કાનૂની આંટીધુંટી ઉભી ન થાય તો રાજદીપસિંહે સરન્ડર થવું પડશે.

આ કેસની હકીકત મુજબ રીબડાનાં અમિત દામજીભાઈ ખુંટ સામે રાજકોટનાં એ ડિવિઝન પોલીસ મથકમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાઇ હોય, જેનાં બીજા જ દિવસે અમિત ખુંટે આપઘાત કરી લીધો હતો. અમિતે આપઘાત પુર્વે લખેલી પાંચ પાનાની સ્યુસાઇડ નોટમાં રીબડાનાં અનિરૂધ્ધસિંહ મહીપતસિંહ જાડેજા, તેમનાં પુત્ર રાજદિપસિંહ દુષ્કર્મની ફરીયાદ નોંધાવનાર યુવતી સહીતના નામ આપ્યા હોય, જે તમામ વિરુધ્ધ ગોંડલ તાલુકા પોલીસમાં આપઘાત માટે મજબુર કરવા અંગેનો ગુનો નોંધાયો હતો. જેની તપાસમાં જુનાગઢનાં રહીમ મકરાણીનુ નામ પણ ખુલ્યું હતું. આ ઘટનામાં અનિરૂધ્ધસિંહ જાડેજા અને પુત્ર રાજદિપસિંહના સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી નામંજુર થયા હતા. બાદ રાજદીપસિંહ જાડેજાએ ગોંડલ સેશન્સ કોર્ટના હુકમથી નારાજ થઈ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે આગોતરા જામીન અરજી રદ થતા રાજદીપસિંહ જાડેજાએ પોલીસ ધરપકડથી બચવા સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલતા બંને પક્ષની રજુઆત બાદ સરકાર અને મૂળ ફરિયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો ધ્યાને લઇ સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટ દ્વારા રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી નામંજુર કરવાના હુકમને કાયમ રાખ્યો છે. હવે અન્ય કોઈ કાનૂની પરિસ્થિતિનું નિર્માણ ન થાય તો રાજદીપસિંહે સરન્ડર થવું પડશે, એમ મનાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application