BREAKING NEWS

ઓછા જાણીતા રાજેશ અદાણી 14 કંપનીમાં નિભાવે છે મહત્વપૂર્ણ જવાબદારી

  • November 24, 2025 02:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગૌતમ અદાણીના નામ અને તેમની નેટવર્થ વિશે ઘણું લખાયું છે, જગજાહેર છે .પરંતુ એક નામ એવું પણ છે કે જે ઓછું જાહેર છે, પરંતુ ખુબ જ વિશ્વસનીય ભૂમિકા ભજવી રહ્યું છે અને તે નામ છે રાજેશ અદાણી. અહી જણાવી દઈએ કે રાજેશ અદાણી ગૌતમ અદાણીના નાના ભાઈ છે.રાજેશ અદાણી અદાણી ગ્રુપમાં એક મુખ્ય વ્યક્તિ છે. તેઓ ગ્રુપની હોલ્ડિંગ કંપની અદાણી એન્ટરપ્રાઇઝના મેનેજિંગ ડિરેક્ટર છે. અદાણી એન્ટરપ્રાઇઝ ઉપરાંત, રાજેશ 13 અન્ય ગ્રુપ કંપનીઓમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ ધરાવે છે.



રાજેશ અદાણી જે જવાબદારી નિભાવી રહ્યા છે તેની યાદી

1. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ - મેનેજિંગ ડિરેક્ટર

2. અદાણી પાવર લિમિટેડ - નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર

3. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ - નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર

4. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ - નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર

5. અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ - નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર

6. અદાણી ઇન્ફ્રા (ઇન્ડિયા) લિમિટેડ - એડિશનલ ડિરેક્ટર

7. કર્ણાવતી મ્યુઝિયમ ઓફ લીડરશીપ ફાઉન્ડેશન - ડિરેક્ટર

8. અદાણી વેલસ્પન એક્સપ્લોરેશન લિમિટેડ - ડિરેક્ટર

9. અદાણી ટ્રેડલાઇન પ્રાઇવેટ લિમિટેડ - ડિરેક્ટર

10. અદાણી ઇન્સ્ટિટ્યૂટ ફોર એજ્યુકેશન એન્ડ રિસર્ચ - ડિરેક્ટર

11. DIRK ટ્રેડ એન્ડ લોજિસ્ટિક્સ એલએલપી - પાર્ટનર

12. અદાણી ટ્રેડ એન્ડ લોજિસ્ટિક્સ એલએલપી - પાર્ટનર

13. અદાણી ટ્રેડલાઇન એલએલપી - ડેઝિગ્નેટેડ પાર્ટનર

14. અદાણી ટ્રેડિંગ સર્વિસીસ એલએલપી - ડેઝિગ્નેટેડ પાર્ટનર


રાજેશ અદાણી પાસે ગ્રુપના એનર્જી વર્ટિકલનું નેતૃત્વ

રાજેશ ગૌતમ અદાણી જેટલા જાહેર નથી. જોકે, અદાણી ગ્રુપની વેબસાઇટ અનુસાર, રાજેશ અદાણી શરૂઆતથી જ અદાણી ગ્રુપનો એક અભિન્ન ભાગ રહ્યા છે. મજબૂત નેતૃત્વ અને પરસ્પર સમજણ સાથે, તેઓ ગ્રુપના સંચાલનનું નેતૃત્વ કરે છે અને તેના વ્યવસાયિક સંબંધો વિકસાવવા માટે જવાબદાર છે.

અદાણી ગ્રુપની વેબસાઇટ પરની માહિતી અનુસાર, રાજેશનો વ્યવસાય પ્રત્યે સક્રિય અને વ્યક્તિગત અભિગમ અને તેમની સ્પર્ધાત્મક ભાવનાએ ગ્રુપ અને તેના વિવિધ વ્યવસાયોના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. તેઓ હાલમાં ગ્રુપના એનર્જી વર્ટિકલનું નેતૃત્વ કરે છે.ઉલેખનીય છે કે

આ વર્ષે માર્ચમાં, બોમ્બે હાઈકોર્ટે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના ચેરમેન ગૌતમ અદાણી અને એમડી રાજેશ અદાણીને ₹388 કરોડના બજાર નિયમોના કથિત ઉલ્લંઘનના કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application