BREAKING NEWS

PM મોદીના સોમનાથ કાર્યક્રમમાં રાજકોટ ભાજપ 65 બસમાં 3500 કાર્યકર સાથે જશે

  • May 09, 2026 04:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશના પ્રધાનમંત્રી આગામી તા.૧૧ને સોમવારે સોમનાથ આવી રહ્યા છે ત્યારે તેમના આગમનને વધાવવા રાજકોટ શહેર ભાજપ ૬૫ બસમાં ૩૫૦૦ જેટલા કાર્યકર સાથે સોમનાથ જશે. રાજકોટ મહાપાલિકાના નવા ચૂંટાયેલા તમામ કોર્પોરેટરોને કોર્પોરેટર દીઠ એક બસનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.


વિશેષમાં પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં ભાજપના ૬૫ કોર્પોરેટર ચૂંટાયા છે આથી રાજકોટ શહેર ભાજપ કોર્પોરેટર દીઠ એક બસ તે મુજબ કુલ ૬૫ બસ લઇ સોમનાથ જશે. એક બસમાં સરેરાશ પંચાવન મુસાફરની ક્ષમતા હોય છે તે મુજબ રાજકોટ ભાજપના કુલ ૩૫૭૫ જેટલા કાર્યકરો સોમનાથ જશે. ૬૫ બસ ઉપરાંત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ તેમના ખાનગી વાહનોમાં સોમનાથ પહોંચશે. હાલ રાજકોટ શહેર ભાજપની સમગ્ર ટીમ તેમજ વોર્ડના સંગઠન માળખા અને વિવિધ મોરચા તેમજ સેલ સહિત તમામ શ્રેણીના કાર્યકર્તાઓ સોમનાથ કાર્યક્રમની તૈયારીમાં લાગી ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૬૫ બસ તો ફક્ત રાજકોટ શહેર ભાજપની જશે, જિલ્લા ભાજપની બસો અલગ રહેશે. સોમનાથ કાર્યક્રમ માટે રાજકોટ શહેર જિલ્લામાંથી કુલ ૨૧૦ એસટી બસ ઉપડશે તેમ જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application