રાજકોટ બાર એસોસિએશનની આજે ચૂંટણીનું મતદાન યાજાયું હતું. બાદમાં મતગણતરી હાથ ધરવામાં આવી છે. જેમાં સમરસ અને બીઆરએ પેનલ વચ્ચે રસાકસી જોવા મળી રહી છે.
ચોથો રાઉન્ડ
RBA પેનલ
પ્રમુખ- સુમિત વોરાઃ 340 મત
ઉપ પ્રમુખ- બિમલ જાનીઃ 364 મત
સેક્રેટરી- નિલેશ પટેલઃ 346 મત
જોઈન્ટ સેક્રેટરી- જે. ગોંડલિયાઃ 348 મત
ટ્રેઝરર- પ્રગતિબેનઃ 408 મત
સમરસ પેનલ
પ્રમુખ- સુરેશ ફળદુઃ 304 મત
ઉપપ્રમુખ- એસ. જાડેજાઃ 404 મત
સેક્રેટરી- મેહુલ મહેતાઃ 307 મત
જોઈન્ટ સેક્રેટરી- એસ. વેકરિયાઃ 374 મત
ટ્રેઝરર- રેખાબેનઃ 348 મત
ત્રીજો રાઉન્ડ
RBA પેનલ
પ્રમુખ- સુમિત વોરાઃ 340 મત
ઉપ પ્રમુખ- બિમલ જાનીઃ 288 મત
સેક્રેટરી- નિલેશ પટેલઃ 274 મત
જોઈન્ટ સેક્રેટરી- જે. ગોંડલિયાઃ 269 મત
ટ્રેઝરર- પ્રગતિબેનઃ 307 મત
સમરસ પેનલ
પ્રમુખ- સુરેશ ફળદુઃ 219 મત
ઉપપ્રમુખ- એસ. જાડેજાઃ 293 મત
સેક્રેટરી- મેહુલ મહેતાઃ 235 મત
જોઈન્ટ સેક્રેટરી- એસ. વેકરિયાઃ 275 મત
ટ્રેઝરર- રેખાબેનઃ 259 મત
બીજો રાઉન્ડ
RBA પેનલ
પ્રમુખ- સુમિત વોરાઃ 232 મત
ઉપ પ્રમુખ- બિમલ જાનીઃ 192 મત
સેક્રેટરી- નિલેશ પટેલઃ 186 મત
જોઈન્ટ સેક્રેટરી- જે. ગોંડલિયાઃ 186 મત
ટ્રેઝરર- પ્રગતિબેનઃ 178 મત
સમરસ પેનલ
પ્રમુખ- સુરેશ ફળદુઃ 146 મત
ઉપપ્રમુખ- એસ. જાડેજાઃ 199 મત
સેક્રેટરી- મેહુલ મહેતાઃ 153 મત
જોઈન્ટ સેક્રેટરી- એસ. વેકરિયાઃ 176 મત
ટ્રેઝરર- રેખાબેનઃ 204 મત
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ રાજ્યના 282 બાર એસોસિએશનની એકસાથે યોજાયેલી ચૂંટણીમાં રાજકોટમાં લીગલ સેલના વકીલોના બે જૂથ વચ્ચે ધારાસભાની ચૂંટણી જેવા સંમેલનોના પ્રચારમારા બાદ જામનગર રોડ ઘંટેશ્વર પાસે નવા કોર્ટ બિલ્ડીંગ ખાતે આજે બીજા વર્ષે મતદાન યોજાયું હતું. તેમાં પ્રમુખ સહિત છ હોદેદારો અને દસ કારોબારી સભ્યોની 16 બેઠકો માટે લીગલ સેલના વકીલોની જ બનેલી બે પેનલોમાં સુરેશ ફળદુની સમરસ પેનલ અને સુમિત વોરાની આરબીએ પેનલ વચ્ચે ખરા-ખરીના આટાપાટા ખેલાયા બાદ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે સવારે 9:00 વાગે મતદાન શરૂ થયું હતું, તેમાં શરૂઆતમાં દોઢેક કલાક હળવી શરૂઆત શરૂઆત બાદ મતદાનમાં ગતિ આવી હતી, તેમાં રાજકોટ બાર એસોસિએશના સિનિયર અને જુનિયર મહિલાઓ સહિતના એડવોકેટોની કતારો લાગી હતી. બાર કાઉન્સિલના ઓફ ગુજરાતના વન બાર વન વોટ નિયમ અને મંજુર થયેલી 4250 જેટલા વકીલોની મતદાર યાદીમાં સમાવિષ્ટ વકીલોએ મતદાન કરવાનું હતું. આજે બપોરે 12:30 વાગ્યા સુધીમાં 1400થી વધુ સિનિયર જુનિયર વકીલોએ મતદાન કર્યું હતું.
તેમાં બંને પેનલ સહિતના ઉમેદવારો ઉપરાંત યુવા એડવોકેટ તુષાર ગોકાણી, સમીર ખીરા, રૂપરાજસિંહ પરમાર, ભગીરથસિંહ ડોડીયા, શાંતનુભાઇ સોનપાલ, શ્યામલભાઈ સોનપાલ, મનોજ તંતી, રાજેશ મહેતા, પરેશ મારુ, કશ્યપભાઇ શુક્લ, દિલીપ પટેલ, નરેન્દ્રસિંહ જાડેજા, અંશ ભારદ્વાજ, ભાર્ગવ બોડા મેઘરાજસિંહ ચુડાસમા, રક્ષિત કલોલા, જીગ્નેશ સભાડ, સી એચ પટેલ, પૂર્વ સાંસદો રામજીભાઈ માવાણી, રમાબેન માવાણી, પિયુષભાઈ શાહ, અર્જુનભાઈ પટેલ, કમલેશ ડોડીયા, ગાંધીનગર ઉનાવાના સ્વામિનારાયણ સંત દેવપ્રકાશજી, લલિતસિંહ શાહી, કિરીટભાઈ પાઠક, જયેશ બોઘરા, પીસી વ્યાસ, મનીષભાઈ ખખ્ખર, રિપન ગોકાણી, પૂર્વ મેયર પ્રદીપ ડવ, સુરેશ બથવાર, ભરતસિંહ જાડેજા, અશ્વિન પોપટ, નિલેશ વેકરીયા, અશોકસિંહ વાઘેલા આર ડી. ઝાલા જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરા, પૂર્વ કુલપતિ કમલેશ જોષીપુરા, પૂર્વ મેયર ભાવનાબેન જોષીપુરા, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, ભરત પરમાર, વિરલ ભટ્ટ, પરેશ કુકાવા સહિતના જુનિયર વકીલોની કતારો લાગી હતી.
રાજકોટ બાર એસોસિએશનના આ ખરા-ખરીના ચૂંટણી જંગમાં હોદ્દેદારો અને કારોબારી સભ્યોની કુલ ૧૬ બેઠકોમાં મહિલાઓ સહિતના 41 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. તેમાં લીગલ સેલની સમરસ પેનલના ૧૬ અને આરબીએ પેનલના 16 ઉપરાંત નવ અપક્ષ વગેરે 41 ઉમેદવારો ચિત્રમાં છે. તેમાં પ્રમુખ પદના ઉમેદવાર સમરસ પેનલના સુરેશ ફળદુ, આરબીએ પેનલના સુમિત વોરા અને સ્વતંત્ર ઉમેદવાર હરિસિંહ વાઘેલા અને નિરવકુમાર પંડ્યા, ઉપપ્રમુખમાં સમરસ પેનલના સિદ્ધરાજસિંહ જાડેજા અને આરબીએ પેનલના બિમલ જાની, સેક્રેટરીમાં સમરસ પેનલના મેહુલ મહેતા અને આરબીએ પેનલના નિલેશ પટેલ, જોઈન્ટ સેક્રેટરીમાં સમરસ પેનલના સંદીપ વેકરીયા, આરબીએ પેનલના જ્યેન્દ્ર ગોંડલીયા અને ધીમંત જોશી, ટ્રેઝરર મહિલા અનામતમાં સમરસ પેનલના રેખાબેન લીંબસીયા અને આરબીએ પેનલના પ્રગતિબેન માકડીયા, લાઈબેરી સેક્રેટરીમાં સમરસ પેનલના સાગર હાપાણી અને આરબીએ પેનલના કેતન મંડ, મહિલા અનામત કારોબારીમાં સમરસ પેનલના હિરલબેન જોશી, અરુણાબેન ઉર્ફે અલ્કાબેન પંડ્યા, મિતાબેન રાવ અને આરબીએ પેનલના નિશાબેન લુણાગરીયા, મીનલબેન સોનપાલ, રક્ષાબેન ઉપાધ્યાય અને સાત કારોબારી સભ્યોમાં સમરસ પેનલના યશ ચોલેરા, કેતન જેઠવા, રણજીત મકવાણા, કશ્યપ ઠાકર, જતીન ઠક્કર, અમિત વેકરીયા અને દીપ વ્યાસ તેમજ આરબીએ પેનલના સંજય ડાંગર, સ્તવન મહેતા, ભાર્ગવ પંડ્યા, વિજય રૈયાણી, અશ્વિન રામાણી, હસમુખ સાગઠિયા અને કલ્પેશ સાકરીયા અને સ્વતંત્ર ઉમેદવાર દીપકકુમાર બારોટ વગેરૈ ૪૧ ઉમેદવારોનું 16 બેઠકો માટેનું ભાવિ મતપેટીમાં કેદ થયું છે. હાલ બપોરે ચાર વાગ્યાથી મત ગણતરી શરૂ થયા બાદ મોડી રાત્રે સુધીમાં ફાઈનલ રિઝલ્ટ આવી જશે એમ મનાય છે.