BREAKING NEWS

રાજકોટ પોલીસ બેડામાં મોટો ફેરફાર: CPએ 32 પોલીસ કર્મીઓની આંતરિક બદલીનો ઘાણવો કાઢ્યો, જુઓ લિસ્ટ

  • August 04, 2026 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેર પોલીસ તંત્રમાં વહીવટી સરળતા અને શિસ્ત જાળવી રાખવાના ભાગરૂપે મોટા પાયે બદલીઓનો દોર ચાલી રહ્યો છે. શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ એક મહત્વનો નિર્ણય લઈને એક જ સાથે વધુ ૩૨ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના આદેશો જારી કર્યા છે. એક જ સ્થળે અથવા એક જ પોલીસ સ્ટેશનમાં સતત ૩ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા હોય તેવા કર્મચારીઓની બદલી કરવાના નિર્ણય બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા યાદી આખરી કરી આ ટ્રાન્સફર ઓર્ડર કરવામાં આવ્યા છે.


અગાઉ પણ તબક્કાવાર મોટી સંખ્યામાં કરાઈ હતી બદલીઓ

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર પોલીસમાં આંતરિક બદલીઓનો આ ત્રીજો મોટો તબક્કો છે. અગાઉ પ્રથમ યાદી જાહેર કરીને એકસાથે ૪૯ પોલીસ કર્મચારીઓની પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી હતી, જેમાં મોટાભાગે મહિલા પોલીસ કર્મચારીઓનો સમાવેશ થતો હતો. આ કાર્યવાહી બાદ તુરંત જ બીજી યાદી તૈયાર કરીને વધુ ૮૮ પોલીસ કર્મચારીઓની વિવિઘ સ્ટેશનો અને વિભાગોમાં બદલી કરવામાં આવી હતી. આ જ સિલસિલો આગળ ધપાવતા વધુ ૩૨ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે.


તાત્કાલિક બદલીના સ્થળે હાજર થવા આદેશ

પોલીસ કમિશનરે આદેશમાં સ્પષ્ટ સૂચના આપી છે કે આજે બદલી પામેલા તમામ ૩૨ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી વર્તમાન ફરજ પરથી છૂટા કરવામાં આવે. સાથોસાથ તેમને કોઈપણ વિલંબ વગર પોતાની નવી બદલીવાળી જગ્યાએ હાજર થઈ રિપોર્ટ સોંપવા માટે કડક ફરમાન કરવામાં આવ્યું છે. સતત થઈ રહેલી આ બદલીઓને કારણે રાજકોટ પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application