૨૧ મી સદીમાં પણ અંધશ્રદ્ધા અડીખમ હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે ત્યારે રાજકોટના એક ઠગે અમદાવાદ રહેતા પરિવારની સમસ્યાઓ દુર કરવા અને વિધિ કરવાના બહાને ૨૪.૨૩ લાખ પડાવી કામ ન કરી વધુ રૂપિયા માંગેલ હોય અને જો પૈસા નહી આપો તો ધતિંગબાજે ઘરમાં બેસેલ માતાજી કોપાઈ માન થશે કહી ડરાવી છેતરપીંડી આચરી હોવાની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ અમદાવાદમાં પ્રવાહ એપાર્ટમેન્ટ ફલેટ નં એ-૪૦૪માં રહેતા જયંતિલાલ ભુરાજી પરમાર ઉંમર વર્ષ ૫૫ વાળા એ ભકિતનગર પોલીસમાં ગુંદાવાડી શેરી નં ૨૨માં રહેતા ધતીંગબાજ સતીષ રામજીભાઈ ધામી સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે ફરિયાદીનો પુત્ર અંકિત જે વર્ષ ૨૦૧૯થી ઓસ્ટ્રેલીયામાં રહી નોકરી છે.
તેની સાથે રૂમમાં પાર્થ ચોવટીયા રહે છે. પુત્ર અંકિતને પીઆર ની સમસ્યા, તેના મમ્મી જયશ્રીબેને પગમાં સોજો રહેતો હોય તેમજ ઘરમાં કંકાસ તથા નોકરી-ધંધો વ્યસ્થિત ચાલતો ન હોય અને એકવાર પુત્ર અંકિતની સગાઈ તુટી ગયેલ હોય તેના કારણે પુત્ર મુજવણમાં રહેતો હોવાથી તેના મિત્ર પાર્થને વાત કરતા તેણે પણ રાજકોટમાં રહેતા સતીશ ધામી પાસે પૈસા દઈને કામ કરાવેલ હોવાનું કહેતા પુત્રએ તેનો સંપર્ક કરાવવાની વાત કરેલ જેથી પાર્થે ગુંદાવાડીના સતીષ ધામીનો સંપર્ક કરાવેલ હતો.
આશિષએ આસ્ટ્રેલીયાથી વિડીયો કોલમાં વાત કરેલ અને પાંખડીએ કહ્યું કે કોઈ પણ કામ હોય તો કર્યો હું તમારી તમામ સમસ્યાઓ દુર કરી આપીશ જેથી પુત્ર તેની વાતમાં આવી જઈ તેના ખાતામાં ૧૭.૨૩ નાખ્યા હતા. બાદ વર્ષે ૨૦૨૩માં પુત્ર ઓસ્ટ્રેલીયાથી અમદાવાદ આવતા અમો ચારેય સતીષના ઘરે ગયેલ ત્યારે તેણે કહ્યું કે તમારા તમામ કામ થઈ જશે પણ તમારે રૂપિયા આપવા પડશે.
બાદ મારા નાના પુત્ર અંકિતે પાંખડીના ખાતામાં પ લાખ જમા કરાવ્યા હતા.પરંતુ અમારૂ કામ થતુ ન હોય જેથી ફરિવાર પાંખડીના ઘરે જતા તમારા કામ માટે માતાજીની વિધી કરવી પડશે તેના બે લાખ થશે નશીં આપો તો મારા ઘરે બેસેલ મારી માતાજી કોપાઈ માન થશે જેથી તેના ઘરે રોકડ રૂ.૨ લાખ આપ્યા હતા.
બાદ કોઈ કામ થતું ન હોય જેથી પુત્ર અંકિતે સતીષને ફોન કરતા પૈસાની માંગણી કરતો હોય જેથી મિત્ર પાર્થને વાત કરતા તેને કહ્યું કે મારા પણ પૈસા લઈ લીધેલ છે અને કામ કરેલ નથી જેથી છેતરપીંડી આચરી હોવાનું પરિવારને જણાવતા અંકિત ના પિતાએ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ એસએસ ગોહિલ ચલાવી રહ્યા છે.