BREAKING NEWS

રાજકોટ જિલ્લા કોંગ્રેસની ૩૩ સભ્યોની ટીમ જાહેર

  • January 16, 2026 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



એ.આઈ.સી.સી. દ્વારા સંગઠન સુજન અભિયાન માટે ગુજરાતને પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીતભાઈ ચાવડાની મંજુરીથી રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેષ વોરા દ્વારા ૩૩ સભ્યોનું જિલ્લાનું સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ૧૦ ઉપપ્રમુખ, ૧૦ મહામંત્રી, ૫ મંત્રી, ૪ સંગઠન મંત્રી, ૩ કારોબારી સભ્ય અને ૧ કાર્યાલય મંત્રી ના નામ જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના ઉપપ્રમુખ તરીકે યતીશ દેસાઈ, જયેન્દ્રસિંહ ચૌહાણ, કૃષ્ણકાન્તભાઈ ચોટાઈ, પીનલબેન સાવલિયા, મુકેશભાઈ કાણોતરા, વિપુલભાઈ બાવળિયા, મૈયાત્રા જયેશભાઈ, મનહરસિંહ જાડેજા, શીવાભાઈ બચુભાઈ સીપરીયા, ઘનશ્યામસિંહ ઝાલાની નિયુક્તિ કરાઈ છે.

જયારે મહામંત્રી તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કાનજીભાઈ રાદડિયા, લલીતભાઈ પટોળીયા, જયસુખભાઈ પારધી, રણજીતભાઈ ગોહિલ, ગોવિંદભાઈ પરમાર, અરવિંદભાઈ રાજપરા, જસવંતસિંહ હડીયલ, વિપુલભાઈ વોરા, જયશ્રીબેન બગડાની નિયુક્તિ કરાઈ છે. તેમજ મંત્રી તરીકે ઝાપડિયા વિપુલભાઈ, ભુપતભાઈ કનેરિયા, જયદીપભાઈ વસોયા, સુરેશભાઈ છાયાણી, મેઘજીભાઈ ચાવડા ની નિયુક્તિ કરાઈ છે. સંગઠન મંત્રી તરીકે ગોપાલભાઈ સલાટ, મનોજભાઈ વાઘેલા, મનસુખભાઈ કટીર, પ્રવીણભાઈ ચૌહાણ જયારે કારોબારી સભ્ય તરીકે રફીકમીયા મજીદમિયા, જયંતીભાઈ ગોહિલ, નયનભાઈ જીવાણીની જયારે કાર્યાલય મંત્રી અને મીડિયા ઇન્ચાર્જ તરીકે ગોપાલભાઈ મોરવાડિયાની નિમણુક કરાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application