રાજકોટના હીરાસર સ્થિત ગ્રીન ફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ લાઈટની ફ્રીકવન્સી માટે સેન્ટ્રલ ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓની ટીમ દ્રારા ઈન્ફ્રાસ્ટ્રકચર માટે ઈન્સપેકશન કરવામાં આવ્યું છે. એવું એરપોર્ટના સૂત્રો પાસેથી જાણવા મળતા ટૂંક સમયમાં જ રાજકોટથી દુબઈની લાઈટના શેડુલ માટેની તારીખ જાહેર કરવામાં આવે તો નવાઈ નહીં. એવું ઔધોગિક વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. આ અંગે વધુમાં સૂત્રો પાસેથી પ્રા માહિતી પ્રમાણે ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટ દ્રારા રાજકોટ એરપોર્ટના ઈન્ફ્રાસ્ટ્રકચર માટે પોઝીટીવ રીપોર્ટ એરપોર્ટ ઓથોરિટીને આપ્યો છે. જેથી નજીકના દિવસોમાં ગમે ત્યારે રાજકોટના ગ્રીનફિલ્ડ એરપોર્ટને ઈન્ટરનેશનલ લાઈટ માટે મંજુરી મળી શકે છે. જેથી સૌરાષ્ટ્ર્રના ઉધોગકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સેન્ટ્રલ એવિએશન ડિપાર્ટમેન્ટ દ્રારા સૌ પ્રથમ ઈન્ટરનેશનલ ફલાઈટ દુબઈની ઉડાન ભરે તેવી સંભાવના પ્રબળ બની છે. અત્યાર સુધી સૌરાષ્ટ્ર્રના ઉધોગકારોને પોતાના ધંધા–ઉધોગ માટે દુબઈનો પ્રવાસ કરવા માટે દિલ્હી–મુંબઈ કે અમદાવાદ હોલ્ટ કરવો પડતો હતો. ત્યારે હવે રાજકોટથી દુબઈ સીધી લાઈટની ઉડાન શરુ થતા દુબઈ સાથે વેપારનો માર્ગ વધુ મોકળો થશે. એરપોર્ટની નવી બિલ્ડીંગના ઈન્ફ્રાસ્ટ્રકચરમાં ટર્મિનલ તથા ટેકનોલોજી પહેલેથી જ એડવાન્સ છે. ત્યારે આ લાઈટ મળવાની પ્રબળ સંભાવના સેેવાઈ રહી છે. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્રારા સેન્ટ્રલ એવિએશનને દુબઈની સીધી લાઈટ આપવા માટે રજૂઆત કરી હતી. ત્યારે ઈમિગ્રેશન ટીમે કસ્ટમ, સિકયુરિટી, હેલ્થ ચેકઅપ પોઈન્ટ સહિતની બાબતોનું ઈન્સપેકશન કર્યુ હતું. જેથી સૌરાષ્ટ્ર્રના વેપારીઓને કયારે દુબઈની લાઈટની તારીખ જાહેર થાય તેના પર મીટ માંડીને બેઠા છે.