BREAKING NEWS

શું તમારે જૂનું ટીવી, એસી, ફ્રીઝ, વોશિંગ મશીન કે કોમ્પ્યુટર ફેંકી દેવું છે? તો મનપામાં કોલ કરો

  • January 02, 2026 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાંથી ઇલેક્ટ્રોનિક કચરા (ઇવેસ્ટ)ના યોગ્ય અને વૈજ્ઞાનિક નિકાલ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અધિકૃત ઇ વેસ્ટ કલેક્શન સર્વિસીઝ (ઇસીએસ) એજન્સી સાથે સંકલન કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત શહેરના નાગરિકો પોતાના ઘરમાં કે ઓફિસમાં ઉપયોગમાં ન રહેલા ઇલેક્ટ્રોનિક સાધનો યોગ્ય રીતે સોંપીને પર્યાવરણ સુરક્ષામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે તેમજ તેના બદલામાં આર્થિક લાભ પણ મેળવી શકે છે.

આ ઇ વેસ્ટ વ્હીકલનો આજે વોર્ડ નં.૧૩માંથી શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ દિવસે વોર્ડ નં.૧૩માંથી છ કિલો ઇ-વેસ્ટ એકત્ર થયો હતો.


વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે, ઇ-વેસ્ટનો અયોગ્ય નિકાલ જમીન, પાણી અને હવામાં ગંભીર પ્રદૂષણ ફેલાવે છે તેમજ માનવ સ્વાસ્થ્ય માટે પણ જોખમી સાબિત થાય છે. આવા સંજોગોમાં ઇડીએસ જેવી અધિકૃત એજન્સી દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી ઇ-વેસ્ટનું રિસાયક્લિંગ કરવામાં આવે છે, જેથી પર્યાવરણનું સંરક્ષણ થાય અને મૂલ્યવાન સંસાધનોનું પુનઃઉપયોગ શક્ય બને.


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને અપીલ કરાઈ છે કે, તેઓ પોતાના ઇલેક્ટ્રોનિક કચરાનો યોગ્ય નિકાલ કરી રાજકોટને સ્વચ્છ અને હરિયાળું રાજકોટના સંકલ્પને સાકાર કરવામાં સહભાગી બને.


શું તમારે જૂનું ટીવી, એસી, ફ્રીઝ, વોશિંગ મશીન કે કોમ્પ્યુટર ફેંકી દેવું છે ? તો મનપામાં કોલ કરો

ઇસીએસ દ્વારા વિવિધ પ્રકારના ઇ-વેસ્ટ માટે યોગ્ય રકમ ચૂકવવામાં આવશે ઇ-વેસ્ટમાં એર કન્ડીશનર, વોશિંગ મશીન, રેફ્રિજરેટર, લેપટોપ, ડેસ્કટોપ કમ્પ્યુટર, ટેલિવિઝન, મોબાઇલ ફોન, સામાન્ય ઇ-વેસ્ટ વગેરે સામગ્રીનો સમાવેશ થાય છે.આ સમગ્ર પ્રક્રિયામાં નાગરિકોની સુવિધા માટે ફ્રી ડોર-ટુ-ડોર પિકઅપ સેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઇ-વેસ્ટ પિકઅપ બુક કરવા માટે નાગરિકો ટોલ ફ્રી નંબર ૧૫૫૩૦૪ અથવા મોબાઇલ નંબર ૮૯૮૦૦ ૦૪૦૦૦ ઉપર સંપર્ક કરવાનો રહેશે તેમ ચીફ પર્યાવરણ ઇજનેરે જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News