BREAKING NEWS

રાજકોટવાસીઓને રાહત...મનપાના બજેટમાં પ્રજા પર કોઈ નવો કરબોજ નહી, 23 નવી યોજનાઓની ભેટ, જુઓ લિસ્ટ

  • February 10, 2026 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાના નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે પ્રેસ નિવેદન દ્વારા જણાવ્યું હતું કે, કમિશનર દ્વારા સૂચવવામાં આવેલો રૂ. ૯૫ કરોડનો કરવધારો નામંજૂર કરી, પ્રજાલક્ષી અને વિકાસલક્ષી રૂ.૩૬૦૪.૯૦ કરોડનું બજેટ મંજૂર કરાયું છે.  


૧૦૦ નવી ઈલેક્ટ્રિક બસો, પબ્લિક ટોયલેટનું અપગ્રેડેશન અને પી.પી.પી. ધોરણે નવા શોપિંગ સેન્ટર તથા ફૂડ ઝોન જેવી સુવિધાઓથી રાજકોટને વધુ સ્માર્ટ બનાવવાનો લક્ષ્યાંક છે. શહેરીજનો પર કોઈ નવો કર લાદ્યા વિના વિકાસયાત્રાને વેગ આપતું આ બજેટ ‘રંગીલા રાજકોટ’ને નવી ઊંચાઈએ લઈ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.


રાજકોટ મહાનગરપાલિકાના રૂપિયા ૩૬૦૪.૯૦ કરોડના બજેટને આજે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીન ઠાકરે બહાલી આપી હતી. મ્યુનિસિપલ કમિશનરે સુચવેલો કરબોજ સંપુર્ણપણે ફગાવ્યો હતો અને મિલકત વેરામાં ચોકકસ રકમ સુધીની વ્યાજ માફી યોજના સહિતની યોજનાઓ ઉમેરી હતી. વિશ્ર્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં સ્થાન મેળવનાર રાજકોટ શહેરના વિકાસ માટે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે નવી ૨૩ યોજનાઓ ઉમેરી હતી. 


વિશેષમાં ભારતીય જનતા પાર્ટીની સંકલન મીટીંગ અને સ્ટેન્ડીંગ કમીટીની બજેટ મીટીંગ પુર્ણ થયા બાદ આજે સવારે ૧૧ કલાકે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, બજેટમાં કુલ નવી ૨૩ યોજનાઓ ઉમેરી છે. સાકાર થઈ શકે તેવી જ યોજનાઓ તેમજ અમુક વહીવટી સુધારણાઓ પણ સમાવિષ્ટ્ર કરાઈ છે. રાજકોટ શહેર વિકસીત બનવાની સાથે રાજકોટવાસીઓનો હેપીનેસ ઈન્ડેકસ ઉંચો આવે તેની પણ ખાસ ચિંતા કરી છે. આવકના નવા સ્ત્રોત નિર્માણ કર્યા છે. 


મિલકત વેરા અને પાણી વેરામાં વ્યાજ માફી યોજના જાહેર કરતા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેને જણાવ્યું હતું કે, સંપુર્ણ વ્યાજ માફી આપવામાં આવી નથી પરંતુ મિલકત વેરામાં રહેણાંક તેમજ બિનરહેણાંકમાં સામાન્ય કરના ચડત વ્યાજમાં રૂ.પાંચ હજાર સુધીનું વ્યાજ માફ કરવામાં આવશે તેમજ પાણી વેરામાં રૂા.પાંચ હજાર સુધીનું વ્યાજ માફ કરવામાં આવશે. આ મુજબ રૂા.૧૦ હજાર સુધીની રકમનું વ્યાજ માફ કરવામાં આવશે. આ યોજનાનો અમલ આવતીકાલથી શરૂ કરવામાં આવશે અને તા.૩૧ માર્ચ ૨૦૨૬ સુધી યોજના અમલી રહેશે. 

આ ઉપરાંત ફલાવર બેડ (આકિર્ટેકચરલ પ્રોજેકશન)માં બી.યુ. રેગ્યુલરાઈઝેશન ફીમાં પણ હપ્તા પધ્ધતિ લાગુ કરવામાં આવી છે તેમ જણાવી સ્ટેન્ડીંગ ચેરમેને ઉમેયુંર્ હતું કે, આ યોજના અંતર્ગત રૂ.૫૦ લાખની ઓછી રકમની રેગ્યુલાઈઝેશન ફી એક સાથે ભરવાની રહેશે તેમજ રૂા.૫૦ લાખ કે તેથી વધુ રકમ એક વર્ષની સમય મર્યાદામાં ત્રિમાસિક હાથી ભરી શકાશે.


સ્ટેન્ડિંગ કમિટીએ બજેટમાં ઉમેરેલી નવી યોજનાઓ

૧. મિલકત વેરા તથા પાણી વેરામાં વ્યાજ માફી 

૨. ફલાવર બેડ માટેની ફીમાં હા પધ્ધતિ 

૩. ૧૦ કરોડના ખર્ચે રેસકોર્ષનું નવીનીકરણ 

૪. રાજકોટમાં નવા બ્રિજ બનાવવા માટે ફીઝીબીલીટી સર્વે 

૫. વોર્ડ નં.૧૫માં મોહનભાઈ સરવૈયા કોમ્યુનીટી હોલનું રીનોવેશન 

૬. પાણી વિતરણમાં સ્કાડા સિસ્ટમનો અમલ 

૭. તમામ પબ્લીક ટોયલેટ અને યુરિનલનું અપગ્રેડેશન 

૮. સિનિયર સિટીઝનના નામે વૃક્ષારોપણ

૯. નાનામવા બ્રિજ નીચે પીપીપી ધોરણે ગેમઝોન સાથે કાફેટ એરીયા 

૧૦. ૧૦૦ ઈલેકટ્રીક બસ માટે ચાજીગ સ્ટેશન બનાવાશે 

૧૧. મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન ઓફિસનું નવું બિલ્ડીંગ પ્રભાદેવી નારાયણ સંકુલમાં પીપીપી ધોરણે નિર્માણ કરવા 

૧૨. ન્યુ રેસકોર્ષ અને અટલ સરોવર ખાતે નમો વનનું નિર્માણ 

૧૩. વોર્ડ નં.૧૨ના વાવડીમાં નવો સ્વીમીંગ પુલ બનાવવા 

૧૪. વેસ્ટ ઝોનમાં રૂા.૨૫ કરોડના ખર્ચે નવું શોપીંગ સેન્ટર બનાવવા 

૧૫. વોર્ડ નં.૧૧ મોટામવામાં પીપીપી ધોરણે નવું ફૂડ કોર્ટ બનાવવાનો પ્રોજેકટ 

૧૬. મહિલા મુસાફરોને સીટી બસમાં રૂ. એક હજારના પાસમાં વાર્ષિક મુસાફરીની સુવિધા 

૧૭. ફાયર સેફટી અંગે જનજાગૃતિ તાલીમ ઝુંબેશ

૧૮. મારૂ ઘર સેગ્રીગેશનવાળુ ઘર ઝુંબેશ 

૧૯. લગ્ન નોંધણી પ્રમાણપત્રની અરજી પ્રક્રિયા ઓનલાઈન 

૨૦. ટીપી અને ટેકસ બ્રાંચના અસરકારક મોનીટરીંગ માટે સુવિધા 

૨૧. પીએમ બસ સેવા અંતર્ગત ૧૦૦ ઈલેકટ્રીક બસની ફાળવણી 

૨૨. રાજકોટમાં પીપીપી ધોરણે લેટેસ્ટ ટેકનોલોજીના ૬૦ એલઈડી બોર્ડ 

૨૩. કોમ્યુનીટી હોલ બુકીંગના નિયમોનું સરળીકરણ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application