BREAKING NEWS

રાજકોટ પોલીસનું જાહેરનામું, રવિવારે સ્વદેશી રનને લઈ આ રસ્તાઓ પર તમામ વાહનો માટે પ્રતિબંધ, જાણો કેટલી કલાક રસ્તાઓ બંધ રહેશે

  • December 26, 2025 05:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ-૨૦૨૫ દરમિયાન તા.૨૮/૧૨/૨૦૨૫ને રવિવારના રોજ 'સ્વદેશી રન' યોજાનાર છે. આ કાર્યક્રમનું તા.૨૮/૧૨/૨૦૨૫ના રોજ સવારે 6 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી બહુમાળી ભવન ચોકથી શરૂ થઇ જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞીક રોડ, હરીભાઇ હોલ ચોક, નરશી મહેતા ગાર્ડન, વીરાણી ચોક ટાગોર રોડ, મહિલા અંડર બ્રિજથી કિશાનપરા ચોક, રેસકોર્ષ રિંગ રોડ, પોલીસ હેડ કવાટર્સ સર્કલ સુધી યોજાનાર છે.


આ કાર્યક્રમમાં રાજકોટ શહેરના નાગરિકો બહોળા પ્રમાણમાં ભાગ લેવાના હોય, જેથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સદરહુ કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક ડાયવર્ઝન અંગે જાહેરનામું બહાર પાડવા જણાવવામાં આવેલ હોય, જેથી "સ્વદેશી રન" દરમ્યાન ટ્રાફિક સમસ્યા ઉદભવે નહીં કે અકસ્માતનો બનાવ બનવા પામે નહી અને સરળતાથી 'સ્વદેશી રન થઇ શકે તે માટે નીચે જણાવેલ રૂટ ઉપર તા.૨૮/૧૨/૨૦૨૫ના સવારના ૬.૦૬થી કલાક-૦૯ વાગ્યા સુધી સ્વદેશી રન વખતે નીચે મુજબના રૂટ ઉપર તમામ પ્રકારના વાહનો માટે "પ્રવેશ-બંધ" અને "નો-પાર્કિંગ" જાહેર કરવામાં આવે છે. નીચે મુજબના રસ્તોઓ બંધ રહેશે


બહુમાળી ભવન ચોકથી જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ હરિભાઇ હોલ ચોક, વિરાણી ચોક ટાગોર રોડ એસ્ટ્રોન ચોક, મહીલા અંડર બ્રીજ, કિશાનપરા ચોક અમ્રપાલી અંડર બ્રીજ, મેયર બંગલો જુની એન.સી.સી.ચોક, પોલીસ હેડ કવાટર્સ સર્કલ સુધી "સ્વદેશી રન" રૂટ ઉપર તમામ પ્રકારના વાહનોને "પ્રવેશ-બંધ” અને “નો-પાર્કિંગ" જાહેર કરવામાં આવે છે.


આથી હું ડૉ.હરપાલસિંહ જાડેજા, પોલીસ કમિશનર, રાજકોટ શહેર, વતી તેઓને મળેલ મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯૫૧થી મળેલ સત્તાની રૂએ આજરોજ તારીખ:- ૨૬./૧૨/૨૦૨૫ થી ઉક્ત વિગતેનું જાહેરનામું જનતાની જાણ માટે પ્રસિધ્ધ કરવામાં આવે છે. ઉપરોકત હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વાહન ચાલક મોટર વાહન અધિનિયમ-૧૯૮૮ ની કલમ-૧૮૩ અને કલમ-૧૮૪ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામું ફરજ પરના પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ, શબવાહીની, ફાયર બ્રિગેડના વાહનો તેમજ સરકારી વાહનોને આકસ્મીક સંજોગોમાં લાગુ પડશે નહીં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News