BREAKING NEWS

લુખ્ખાઓને ખદેડવા પોલીસ ઉતરી રસ્તા પર, કેટલાય તો ચાની રકાબી મૂકીને ભાગ્યા..રાજકોટમાં જોવા જેવી

  • November 04, 2025 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં છેલ્લા પંદર દિવસમાં સાત હત્યાઓ, ગેંગવોરમાં ફાયરિંગ અને અન્ય ગંભીર ગુનાઓના બનાવો બનતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા હતા. આથી, શહેરની શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે રાજકોટ પોલીસે હવે અસામાજિક તત્વો સામે કડક વલણ અપનાવ્યું છે અને 'ઓપરેશન લુખ્ખા'ના નામે મેદાને ઉતરી છે. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા અને તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ મેદાને ઉતર્યા છે. છેલ્લા બે દિવસથી રાતે આવા દૃશ્યો રાજકોટમાં જોવા મળી રહ્યા છે. પોલીસ આવતા જ લુખ્ખાઓ ઉભી પૂંછડીએ ભાગી રહ્યા છે. કેટલાક તો ચાની રકાબી મૂકીને ભાગતા જોવા મળી રહ્યા છે. 


પોલીસે એક વૉટ્સએપ નંબર પણ જાહેર કર્યો

લુખ્ખાઓની બેઠક હોય તેવી ચાની કિટલીઓ, હોટલો અને પાનની દુકાનોને તાત્કાલિક બંધ કરાવવામાં આવી છે. શહેરમાં કાયદો ભંગ કરતા તત્વોને પકડવા માટે વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. બ્લેક ફિલ્મ લગાવેલી અને નંબર પ્લેટ વિનાની ગાડીઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. વાહનોમાં હથિયાર સહિતનું સઘન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. લુખ્ખાઓના આતંકને ડામવા અને લોકો પોલીસને સીધી માહિતી આપી શકે તે માટે શહેર પોલીસે એક વૉટ્સએપ નંબર પણ જાહેર કર્યો છે.


ક્રાઈમ બ્રાન્ચે નંબર જાહેર કરવા પડ્યા

રાજકોટમાં  ગુંડાગીરીએ માજા મુકતા અને પોલીસની આબરૂના ધજાગરા થતા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે નંબર જાહેર કર્યા છે. જેમાં જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, જાહેરમાં કોઈ હેરાન કરે તો અમને ફરિયાદ કરો અને તમારી ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.


રાજકોટ પોલીસે શું અપીલ કરી 

રાજકોટ શહેર, ક્રાઇમ બ્રાંચ દ્વારા આપના રહેણાંકની આજુબાજુમાં, આપના વ્યવસાય/નોકરીના સ્થળની આજુબાજુમાં કે, અન્ય કોઇપણ જાહેર સ્થળોએ ભય ફેલાવનાર, લુખ્ખાગીરી કરનાર કે, અન્ય કોઇપણ પ્રકારની ગેરકાયદેસર કૃત્ય કરનાર અસામાજિક ઇસમો વિરૂધ્ધ ખાસ ઝુંબેશ શરૂ કરી છે.


કોઇપણ જાગૃત નાગરિક આવા ઇસમો બાબતેની જાણકારી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચને વ્હોટસએપ મોબાઇલ નં.૬૩૫૯૬૨૯૮૯૬ પર જાણ કરી શકે છે.


આપ આવા વ્યકિતઓના નામ અને સરનામું તેમજ અન્ય માહીતી શેર કરી શકો છો.

આપની ઓળખ સુરક્ષિત રાખવામાં આવશે અને યોગ્ય ઇનામ પણ આપવામાં આવી શકે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application