થર્ટી ફર્સ્ટને લઈને રાજકોટ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આવા પર્વની ઉજવણીની આડમાં અસામાજિક કૃત્યોને બંધ કરાવવા ખૂબ જ જરૂરી હોવાથી પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પાર્ટી આયોજકોએ કાર્યક્રમ પૂર્વે પોલીસની મંજૂરી અને લાયસન્સ ફરજિયાત લેવાનું રહેશે આ જાહેરનામાોન ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમનની કલમ-131 મુજબ શિક્ષાને પાત્ર રહેશે.
રાજકોટ પોલીસનું થર્ટી ફર્સ્ટનું જાહેરનામું
ફડાકડા રાત્રે 11.55થી 12.30 સુધી ફોડી શકાશે
જાહેર જગ્યાઓ પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
બાઈક કે કારમાં સ્ટંટ કરી શકાશે નહીં
જાહેરમાં એકબીજા પર પાણી કે પાણીની બોટલો ફેંકવા પર પ્રતિબંધ
તલવાર કે મોટા ચાકુથી કેક કાપી શકાશે નહીં
ગલ્લે/ચાની લારીએ ચાર વ્યક્તિ એકઠા થઈ શકશે નહીં
માદક પદાર્થો વેચવા/સેવન કરવા પર પ્રતિબંધ
મોટા અવાજવાળા હોર્ન તથા લાઉડસ્પીકર પર પ્રતિબંધ
મોઢેથી વ્હિસલ કે પિપુંડા વગાડવા પર પ્રતિબંધ
પાથરણાવાળાને ત્યાં ટોળે વળી શકાશે નહીં
થર્ટી ફર્સ્ટ પાર્ટીના આયોજકો માટે
ગેટ પર ફરજિયાત નાઇટ વિઝન સીસીટીવી કેમેરા લગાવવા
ફાયર સેફ્ટીની તમામ સુવિધાઓ ફરજિયાત રાખવી
માદક પદાર્થો કે કેફી પીણાંઓ ઝડપાશે તો જવાબદારી આયોજકની
પાર્કિંગ સ્થળોએ પ્રાઈવેટ સિક્યુરિટી તથા ફરજિયાત સીસીટીવી