BREAKING NEWS

રાજકોટ ગ્રામ્ય એલસીબીએ શીકલીગર બેલડીને દબોચીઃ ત્રણ ગુનાની કબૂલાત

  • May 05, 2026 10:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ગ્રામ્ય એલસીબી ટીમે શીકલીંગર બેલડીને ઝડપી ગોંડલમાં મડામાંથી થયેલી રૂ.૭ લાખની મત્તાની ચોરી તથા બે બાઈક ચોરીના બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો રાજકોટ એસપી વિજપસિંહ ગુર્જર દ્વારા મિલકત સંબંધી ગુનાઓ તાકીદે ઉકેલવા માટે અપાયેલી સૂચનાના પગલે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત તા. ૨૩/૪/૨૦૨૬ ના નોંધાયેલ ગુનો જેમાં ગોંડલથી ગુંઘળા રોડ પર ગંગોત્રી સ્કૂલવાળી ઘેરી રજવાટિકા એપાર્ટમેન્ટમાં ફરિયાદી રાજદીપભાઈ ઉજીયાના મકાનમાંથી કોઈ શખસો તાળું તોડી ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ રૂપિયા એક
લાખ મળી સાત લાખની ચોરી કરી ગયા હતા. આ ઉપરાંત ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અન્ય બે ગુનાઓ લખલ વયા હોય જેમાં ફરિયાદી પરમભાઈ રાઠોડ (રહે. ગોંડલ આશાપુરા ચોકડી અંડર બ્રિજ પાસે) નું કાળા કલરનું બાઈક ઘર પાસેથી ચોરી થયું હતું તેમજ તારીખ ૧/૫ ના વિજયભાઈ પરમાર (રહે ગોંડલ રામ હોસ્પિટલ પાછળ)નું બાઈક રાત્રીના ઘર પાસેથી ચોરી વધું હતું. ચોરીઓના આ બનાવને લઈ રાજકોટ ગ્રામ્ય એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ કે. એમ. ચાવડા તથા પીએસઆઈ એવ.સી ગોહિલ, આર વી ભીમાણી, પી. એન. ભરવાડની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી બનાવસ્થળ નજીકથી જ શંકાસ્પદ જાયલો નંબર જીજે ૨ એપી
૦૧૪૨ ની અવરજવર જોવા મળી હતી. જેના આધારે ચોરીના આ ગુનાઓમાં બે શખસોને ઝડપી લીધા હતા. જેના નામ નાનકસિંગ ઉર્ફે કુલદીપસિંગ બોસિંગ જોગીરદનશીંગ (ઉ.વ. ૪૫ રહે. સુરત) અને જરાવીરસિંગ ઉર્ફે જગવીરસિંગ ટાંક શીકલીગર (ઉ.વ.૨૫ રહે. વંવલી) હોવાનું માલુમ પડયું હતું પોલીસે આ શિકલી ઘરે બેલડી પાસેથી બે ચોરાઉ વાહન જાયલો ગાડી, આઇફોન, રીકડ રૂપિયા ૫૪૦૦ તથા ઘરફોડ ચોરીમાં ઉપયોગમાં લીધેલ ડિસ્મિસ સહિત ૩.૦૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રુપિયા ૭ લાખની મત્તા ચોરી અને બે વાહનની ચોરીના
ભેદ ઉકેલાઈ ગયા હતા. આ બેલડી ઝાયલો ગાડી લઈ
કાર લઇ આવી બાઈકની ચોરી કરી ઘરફોડીને અંજામ આપતા
પોલીસે ઝડપાયેલી શીકલીગરની મોડેસ ઓપરેન્ડી અંગે જણાવ્યું હતું કે, આ બંને આરોપીઓ કાર લઇ આવી કાર હાઈવે રોડ નજીક આવવાનું જગ્યાએ પાર્ક કરી હાઈપ રોડ નજીક આવેલા રહેણાક વિસ્તારમાંથી બાઇકની ચોરી કરી બાદમાં રહેણાંક વિસ્તારોમાં મકાનના તાડા તોડી ઘરફોડ ચોરી કરતા હતા.
સુરતથી અહીં ગોંડલ પાસે આવી ગાડી અહીં મૂકી અલગ અલગ જગ્યાએવી બે બાઈકની ચોરી કરી બાદમાં ગુંદાળા રોડ વિસ્તાર તેમજ જેતપુર રોડ વિસ્તારમાં બંધ મકાનના તાળા તોડી ચોરી કરી બંને બાઈક અવાવરુ જગ્યાએ મૂકી દીધા હતા. આ કામગીરીમાં એલસીબીના એએસઆઈ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, ઈન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા,
અનિલભાઈ ગુજરાતી, હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ રાઠોડ, ધર્મેન્દ્ર ભાઈ ચાવડા, ભગીરવસિંહ જાડેજા, રમણીકભાઈ મણવર, મનીષભાઈ વરુ, મનદીપસિંહ જાહેજા, અર્જુનભાઈ દવેરા, રસિકભાઈ જમોડ, ધનરપામસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ રણજીતભાઈ, વિજયભાઈ, અજીમભાઈ, શક્તિસિંહ તથા ભરતભાઈ સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News