રાજકોટ શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) શાખાએ ગેરકાયદેસર હથિયારો રાખનારાઓ સામે કડક કાર્યવાહી કરતા, ડી.સી.બી. પોલીસ સ્ટેશનના આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા આરોપીને દેશી બનાવટની રિવોલ્વર સાથે ઝડપી પાડ્યો છે.
રાજકોટ શહેરના પોલીસ કમિશનર શ્રી વ્રજેશ કુમાર ઝા સાહેબ અને ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર, સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારી ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા આદેશ કરાયો હતો. આ આદેશના પગલે, પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ SOG શાખાના પો.સબ.ઈન્સ. વી. વી. ધ્રાંગુ અને તેમની ટીમના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન, પો.હેડ.કોન્સ ઇન્દ્રસિંહ ગુલાબસિંહ જાડેજા અને ફિરોજભાઈ હનીફભાઈ રાઠોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે, મોરબી રોડ જકાતનાકાથી બેડી ચોકડી તરફ જતા ઓવરબ્રિજ નીચે જાહેરમાંથી હિતેશ સુનીલભાઈ ધામેલીયા (ઉં.વ. ૨૫, રહે. રૈયાધાર, રાજકોટ) નામના ઇસમને દેશી બનાવટની એક રિવોલ્વર (કિંમત રૂ. ૧૦,૦૦૦) સાથે પકડી પાડવામાં આવ્યો હતો.
પકડાયેલ આરોપી હિતેશ ધામેલીયાનો ગુનાહિત ઇતિહાસ પણ નોંધપાત્ર છે. તે અગાઉ ડી.સી.બી. પો.સ્ટે.ના આર્મ્સ એક્ટના ગુના (જેમાં તેની ધરપકડ બાકી હતી), કુવાડવા રોડ પો.સ્ટે.ના NDPS ગુના અને ગાંધીગ્રામ-૨ પો.સ્ટે.ના મારામારી સંબંધિત ગુનામાં પણ સંડોવાયેલો છે. SOG શાખાએ હિતેશ ધામેલીયા વિરુદ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં પો.હેડ.કોન્સ. ઈન્દ્રસિંહ જાડેજા, મૌલિકભાઈ સાવલીયા, ફિરોજભાઈ રાઠોડ અને પો.કોન્સ. હાર્દીકસિંહ પરમાર તથા યોગેન્દ્રસિંહ ઝાલા સહિતના સ્ટાફે મહત્વનો ભાગ ભજવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી : સ્કૂલ બસ પાણીમાં ફસાય, લોકોનું કરાયું રેસ્ક્યૂ
June 17, 2025 11:18 AMપોરબંદરમાં સમયગૃપ દ્વારા રામધુન સાથે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
June 17, 2025 11:16 AMપોરબંદરના આર્ય સમાજ ખાતે શાંતિ હવન યોજાયો
June 17, 2025 11:15 AMહળવદમાં વરસાદની તોફાની બેટિંગ, ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો
June 17, 2025 11:14 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech