જસદણ તાલુકાના આટકોટ પોલીસ સ્ટેશન હેઠળના કાનપર ગામની સીમમાં ખેતરમાં રહેલી સાત વર્ષની બાળકીને ઉપાડી જઈ દબકામના ઈરાદે ખેતરમાં લઈ જઈ ગુપ્ત ભાગમાં સળિયો ભરાવીને ગંભીર ઈજા પહોંચાડવાના હેવાનિયતભર્યા ગુનામાં સ્પે.કોર્ટે ફાસ્ટટ્રેક કેસ ચલાવી નરાધમ રામસિંગ ડુડવા ઉ.વ.30ને એડિશનલ સેશન જજ વી.એ.રાણાએ આજે ઉઘડતી કોર્ટે મૃત્યુદંડ એટલે કે ફાંસીની સજાનો હુકમ કર્યો છે. આ અતિ ચકચારી કેસની વિગત મુજબ જસદણના કાનપર ગામે ગઈ તા.4-12-2025ના દાહોદ પંથકના શ્રમિક પરિવાર ખેતરમાં કામ કરતો હતો ત્યારે થોડે દુર લઈ જઈ બાળકીને ગુપ્તાંગમાં સળિયો ખોસી હેવાનિયતભર્યું દુષ્કર્મ આચર્યા અંગેની ફરિયાદ આટકોટ પોલીસે ફાસ્ટટ્રેક તપાસ અને પુરાવા એકઠા કરી ચાર્જશીટ કરી હતી.
આ અતિ ચકચારી કેસની હકીકત મુજબ જસદણ તાલુકાના કાનપર ગામે વાડીમાં દાહોદ પંથકનો શ્રમિક પરિવાર ખેતર ભાગીયે રાખી ખેત મજૂરી કરતો હોઇ, ગત તા.04-12- 2025ના રોજ શ્રમિક પરિવાર વાડીમાં કામ કરી રહ્યો હતો. ત્યારે વાડીમાં જ રમી રહેલી પરિવારની છ વર્ષ આઠ માસની બાળકીનું હવસખોર શખસે અપહરણ કરી બાજુના ખેતરમાં લઈ જઇ ગુપ્તાંગમાં સળીયો ખોસી દઈ હેવાનિયતથી અમાનુષી અને ક્રૂરતા આચયર્નિા દુષ્કર્મના કેસમાં સ્પેશિયલ કોર્ટે આરોપી મૂળ મધ્યપ્રદેશના રામસિંગ તારસીંગ ડુડર સામે ફાસ્ટ ટ્રેક કેસ ચલાવી 33 દિવસમાં સુનાવણી પૂરી કરીને આરોપીને દોષિત ફેરવતો ચુકાદો આપીને સજાનો હુકમ આજે તારીખ 15ના રોજ સંભળાવવાનું સ્પેશિયલ કોર્ટ જજ વી.એ. રાણાએ જણાવ્યું હતું.
તા. 15મીએ રિશેષ બાદ કોર્ટમાં સજાના હુકમ માટેની સુનાવણી શરૂ થઈ હતી, જેમાં સરકારી વકીલ એસ.કે. વોરા દ્વારા આ કેસમાં મેડિકલ, મૌખિક અને ઈલેકટ્રોનિક ત્રણેય પ્રકારના પુરાવા હોવાથી નરાધમ રામસીંગ તારસીંગ ડુડવાને સખતમાં સખત સજા કરવાના મતલબની રજૂઆત કરવામાં આવી હતી. આ કેસમાં જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે. વોરા અને મદદગારીમાં એ.પી.પી. પ્રશાંતભાઈ પટેલ રોકાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application