BREAKING NEWS

રાજકોટને રેલ સુવિધામાં અન્યાય કેમ ? ચેમ્બર ઓફ કોમર્સએ સવાલો ઉઠાવ્યા

  • December 25, 2025 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ડિવીઝનલ રેલ્વે યુઝર્સ કન્સલ્ટેટીવ કમિટિની મિટીંગમાં રેલ્વેને લગતા વિવિધ પ્રશ્નો–સુચનો રજુ કરવામાં આવેલ જેમાં મુખ્યત્વે રાજકોટને રેલવે સુવિધામાં અન્યાય થઈ રહ્યાનો તેમજ રાજકોટને અમદાવાદ જેવી રેલવે સુવિધા આપવા માંગ ઉઠાવવામાં આવી હતી.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા દ્વારા રાજકોટ વેસ્ટર્ન રેલ્વેની ડિવીઝનલ રેલ્વે યુઝર્સ કન્સલ્ટેટીવ કમિટીની ગઇકાલે મળેલ મિટીંગમાં ઉપસ્થિત રહી રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરોને વધુ સારી રેલ્વે સુવિધા મળી રહે તે માટે રાજકોટ વેર્સ્ટન રેલ્વે ડિઆરએમ ગીરીરાજ કુમાર મીના તથા ડિઆરયુસીસી સેક્રેટરી અને સિનીયર ડિસીએમ સુનિલકુમાર મિના સમક્ષ રેલ્વેને લગતા વિવિધ પ્રશ્નો-સુચનો રજુ કરવામાં આવ્યા હતા.

જેમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર મેઈલ અને સૌરાષ્ટ્ર જનતા વચ્ચે માત્ર અડધો કલાકનો જ ફેર છે. ખાસ તો તેજસ એકસપ્રેસ સ્પેશ્યલ ટ્રેન શરૂ કરી હતી અને ભીડનો અભાવ રહયો ન હોત અને તે પણ સાંજે ૬:૩૦ વાગ્યે જ ઉપડતી હોય તો સૌરાષ્ટ્ર મેઈલ કાયમી તેના મુળભુત સમયે સાંજે ૬:૩૦ વાગ્યે ઉપડતી હતી તે મુજબ રાખવા ખાસ અનુરોધ છે.

અગાઉ રેલ્વે મંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા અમદાવાદથી ઉપડતી વિવિધ ૬ ટ્રેનો (૧) અમદાવાદ પટના એક્સપ્રેસ (૨) અમદાવાદ પ્રયાગરાજ એક્સપ્રેસ (૩) અમદાવાદ કોલકત્તા એક્સપ્રેસ (૪) અમદાવાદ કોલ્હાપુર એક્સપ્રેસ (૫) નાગપુર અમદાવાદ એક્સપ્રેસ (૬) અમદાવાદ હઝરત નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ સહિતની છે ટ્રેનને રાજકોટ સુધી લંબાવવા માટે જાહેરાત કરવામાં આવેલ હતી. પરંતુ હજુ સુધી આ ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવામાં આવેલ નથી તેમજ રેલ્વેને આ બાબતે કોઈપણ જાતની નુકશાની થતી ન હોવાથી આ તમામ છ ટ્રેનોને રાજકોટ સુધી તાત્કાલીક લંબાવવા ભારપૂર્વક રજુઆત કરાઇ હતી.

આ ઉપરાંત અમદાવાદ-પુના-અમદાવાદ દુરન્તો એકસપ્રેસને રાજકોટ સુધી લંબાવવા માટે રેલ્વે મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવેલ હતી. પરંતુ હજુ સુધી આ ટ્રેનને રાજકોટ સુધી લંબાવવામાં આવેલ નથી. રાજકોટ અને પુના બન્ને શહેરો ઓટોપાર્ટસ મેન્યુફેકચરીંગ હબ તરીકે જાણીતા છે. ત્યારે આ ટ્રેનને રાજકોટ સુધી લંબાવવી ખાસ જરૂરી છે તે અંગે ચર્ચા કરી હતી.

રાજકોટ-દ્વારકા વચ્ચે સ્પેશ્યલ મેમુ ટ્રેન શરૂ કરવા તેમજ રાજકોટ-મુંબઈ માટે વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ કરવા માટે યોગ્ય સ્તરે ખાસ રજુઆત કરવા

રાજકોટ ચેમ્બર દ્વારા રજુ કરાયેલ ઉપરોક્ત વિવિધ પ્રશ્નો-સુચનો અંગે ડીઆરએમ ગીરિરાજકુમાર મીનાએ હાકારાત્મક અભિગમ દાખવી યોગ્ય કરવા ખાત્રી આપી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application