રાજકોટ શહેર ભાજપના સંગઠનને મજબૂત કરવા માટે આજે નવી ટીમની વરણી કરવામાં આવી છે. આ નવા માળખામાં જ્ઞાતિ સમીકરણો અને વફાદારીને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય તેમ જણાય છે. સૌથી મહત્વના ગણાતા મહામંત્રી પદે ત્રણ મજબૂત ચહેરાઓની પસંદગી કરવામાં આવી છે, જ્યારે અનેક ચર્ચાતા નામોને આ વખતે પડતા મૂકવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ગણગણાટ શરૂ થયો છે.
મહામંત્રી પદે આ ત્રણ 'ચાણક્ય'ની વરણી
સંગઠનમાં જેમના ખભા પર આખા શહેરની જવાબદારી હોય છે તેવા ૩ મહામંત્રીઓ તરીકે નીચે મુજબના નામોની જાહેરાત કરવામાં આવી છે:
વલ્લભભાઈ દુધાત્રા
લલિતભાઈ વાડોલીયા
યોગેન્દ્રસિંહ જાડેજા
ચર્ચાતા નામોના પત્તાં કપાયા: સંગઠનમાં મોટો ફેરફાર
આ નવી ટીમની જાહેરાતમાં સૌથી ચોંકાવનારી બાબત એ રહી છે કે, છેલ્લા ઘણા સમયથી જે નામો હોદ્દા માટે રેસમાં હોવાનું ચર્ચાઈ રહ્યું હતું, તેમાંથી એક પણ નામને સંગઠનમાં સ્થાન મળ્યું નથી. પક્ષે નવા અને પાયાના કાર્યકરો પર પસંદગી ઉતારીને 'ચહેરા બદલવાની' વ્યૂહરચના અપનાવી હોય તેવું લાગી રહ્યું છે.
જુઓ કોને કઈ જવાબદારી મળી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application