ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.12 સાયન્સ અને ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યું છે. જેમાં રાજકોટ જિલ્લામાં ધો.12 સાયન્સમાં 93.36 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહમાં 93.69 ટકા પરિણામ આવ્યું છે.
ધો.12 સાયન્સમાં એવન ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 199 છે. જ્યારે એટુ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 1444 છે. તેમજ બીવનમાં 1929, બીટુમાં 1651 અને સીવન ગ્રેડમાં 1157 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
ધો. 12 સાયન્સમાં કેન્દ્રવાઇઝ પરિણામની વાત કરીએ તો સૌથી વધુ ગોંડલનું 97.53 ટકા અને સૌથી ઓછું રાજકોટ સિટી ઇસ્ટનું 86.83 ટકા પરિણામ નોંધાયું છે.
જ્યારે ધો. 12 સામાન્ય પ્રવાહમાં એવન ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 1184, જ્યારે 3669 વિદ્યાર્થીઓએ એટુ ગ્રેડ મેળવ્યો છે. તેમજ બીવનમાં 4377, બીટુમાં 4658 અને સીવન ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 4545 છે.
ધો.12 સામાન્ય પ્રવાહમાં રાજકોટ જિલ્લામાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર વાંગધ્રા છે. જેનું પરિણામ 99.55 ટકા છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ભાયાવદર છે. જેનું પરિણામ 87.70 ટકા છે.
કેન્દ્ર વાઈઝ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ
ધોરાજીઃ 95.45 ટકા
ગોંડલઃ 97.53 ટકા
જેતપુરઃ 90.45 ટકા
રાજકોટ સિટી ઇસ્ટઃ 86.83 ટકા
રાજકોટ સદર (વેસ્ટ): 93.31 ટકા
જસદણઃ 92.11 ટકા
કેન્દ્ર વાઈઝ સામાન્ય પ્રવાહનું પરિણામ
ધોરાજીઃ 94.19 ટકા
ગોંડલઃ 93.32 ટકા
જેતપુરઃ 93.02 ટકા
રાજકોટ ઇસ્ટઃ 93.89 ટકા
રાજકોટ વેસ્ટઃ 94.28 ટકા
જસદણઃ 92.27 ટકા
જામકંડોરણાઃ 96.07 ટકા
રાજકોટ સાઉથ 96.04 ટકા
ત્રંબાઃ 94.32 ટકા
ઉપલેટાઃ 94.42 ટકા
પડધરી 88.89 ટકા
રાજકોટ સેન્ટ્રલઃ 90.29 ટકા
રાજકોટ નોર્થઃ 93.14 ટકા
ભાયાવદરઃ 87.70 ટકા
વીંછિયાઃ 94.79 ટકા
રૂપાવટીઃ 99.20 ટકા
વાંગધ્રાઃ 99.55 ટકા
આટકોટઃ 97.65 ટકા
રાજકોટ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કુલ 7678 વિદ્યાર્થીઓએ નોંધાયા હતા. જેમાંથી 7671 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજકોટ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 23683 વિદ્યાર્થીઓએ નોંધાયા હતા જેમાંથી 23619 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.