ગુજરાત રાજય ભારતીય જનતા પાર્ટીના નવનિયુકત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીના અભિવાદન સમારોહમાં ૨૦ હજારથી વધુ કાર્યકર્તાઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો, ગ્રીનલેન્ડ ચોકડીથી તેમના સ્વાગત માટે રાજકોટ શહેર યુવા મોરચાની આગેવાનીમાં જયશ્રી રામના નારા સાથે યુવા મોરચાના કાર્યકર્તાઓની ૨૦૦૦ બાઈક રેલીથી તેમનું રેસકોર્ષ મેદાન સુધીના ટ સુધી બાઈક રેલી, અને રેસકોર્ષ મેદાનમાં લાઈટવાળી છત્રી, નાસિક ઢોલ, ભવ્ય આતશબાજીથી ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, ૧૦૦થી વધુ સાધુ સંતો અને મહંતોની બ મુલાકાત લઇ તેમને ફુલહાર અને પુષ્પ અર્પણ કરી ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર દેશના વિકાસ માટે તેમના આર્શીવાદ મેળવ્યા હતા.
આ કાર્યક્રમના પ્રારંભે નવનિયુકત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ જનમેદની વચ્ચેથી પગપાળા આવીને સ્ટેજ ઉપર બિરાજમાન થયા હતાં અને સૌ કાર્યકર્તાઓનું અભિવાદન જીલ્યું હતુ, ત્યારબાર દિપપ્રાગટય કાર્યક્રમ ખુલ્લ ો મુકયો હતો. પ્રાસંગિક ઉદબોધન કરતાં નવનિયુકત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આટલી મોટી વિશાળ સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહીને સમગ્ર દેશમાં રાજકોટનો વટ પાડી દીધો છે, રાજકોટ શહેર જનસંઘથી લઈ ભારતીય જનતા પાર્ટીનો હંમેશા ગઢ રહ્યો છે પક્ષના દિગ્ગજ નેતા સ્વ. અટલબિહારી બાજપાઈથી લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટના શહેરીજનો અને પક્ષના કાર્યકર્તાઓને મળવા હરહંમેશ ઉત્સુક હોય છે જેમાં હત્પં પણ છું. ભારતીય જનતા પાર્ટીને આવો જ ઉત્સાહ અને ઉમળકાભેરનો સાથ સહકાર મળતો રહે તેવો આશાવાદ વ્યકત કર્યેા હતો અને રાજકોટવાસીઓનો છલકાયેલો પ્રેમ જોઈ ગદગદીત થઈ ગયા હતા.
આ સમગ્ર કાર્યક્રમની શઆતમાં દેશભકિત અને લોકસાહિત્યના રંગે રંગાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ સૌ ઉપસ્થિત જનમેદનીએ મનભરી માણ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે ઉપસ્થિત સૌ મંચસ્થ મહેમાનો તથા સાધુ સંતો, શહેર શ્રેષ્ડીઓ તેમજ સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોનું હાર્દિક સ્વાગત કર્યુ હતું.
અને આ કાર્યક્રમને ભવ્ય અને જાજરમાન રીતે સફળ બનાવવા બદલ રાજકોટ શહેરની જનતા અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓનો આભાર વ્યકત કર્યેા હતો.
પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીના સ્વાગત અને અભિવાદન સમારોહમાં પ્રદેશ અધ્યક્ષનું પાઘડી પહેરાવી, પુજાનો પડો અને ફ્રત્પટ બાસ્કેટ અર્પણ કરી જેમનું સન્માન પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, શહેર પ્રમુખ ડો. માધવ દવે, અલ્પેશ ઢોલરીયા, જેન્તીભાઈ રાજકોટીયા, જયંતીભાઈ કવાડીયા અને બીનાબેન આચાર્ય દ્રારા કરવામાં આવેલ હતુ, આ તકે ઉપસ્થિત પૂર્વ આગેવાનો અને સાંસદઓએ જેમાં આર.સી.ફળદુ, વજુભાઈ વાળા, પરશોતમભાઈ પાલા, રામભાઈ મોકરીયા, કેશરીદેવસિંહ ઝાલા, ભાનુબેન બાબરીયા, રાઘવજીભાઈ પટેલ તેમજ ઉપસ્થિત ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ, ડો દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, મહેન્દ્રભાઈ પાડલીયા, જીતુભાઈ સોમાણી, દુર્લભજીભાઇ દેથરિયા, કાંતિલાલ અમૃતિયા, મેઘજીભાઈ ચાવડા, પ્રકાશભાઈ વરમોરા, મહેશ કસવાલા, નયનાબેન પેઢડીયા, પ્રવીણાબેન રંગાણી, હંસાબેન પારઘી, નરેન્દ્રસિંહ જાડેજા, જયમીનભાઈ ઠાકર, મનીષભાઈ રાડીયા, લીલુબેન જાદવ અશ્વિન મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, મુકેશભાઈ દોશી, કમલેશભાઈ મીરાણી, કિશોરભાઈ રાઠોડ, રાજુભાઈ ધ્રુવ, તેમજ વિવિધ સંસ્થા અને એસોશીએશનના હોદ્દેદારો દ્રારા તેમજ વિવિધ સમાજના અગ્રણી મહાનુભાવોની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માજીનું આશરે ૧૦,૦૦૦થી વધુ ચોપડાથી સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું.
આભાર વ્યકત કરતાં પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા
ગુજરાત રાજય ભારતીય જનતા પાર્ટીના નવનિયુકત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીના અભિવાદન અને સ્વાગત સમારોહને પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, શહેર પ્રમુખ ડો. માધવ દવેના માર્ગદર્શન હેઠળ અને આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ આ કાર્યક્રમનું સંચાલન જેમને સોંપવામાં આવ્યું હતું તે રાજકોટ શહેર પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, કમલેશભાઈ મીરાણી, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ સહિતના સમગ્ર રાજકોટ શહેર સંગઠનના હોદ્દેદારો, મહાનગરપાલિકાના હોદ્દેદારો, વિવિધ મોરચાના પ્રમુખ, મહામંત્રી અને સેલના સંયોજક અને સહસંયોજક, વોર્ડ પ્રમુખ, પ્રભારી સહિત તમામ શ્રેણીના ભાજપના કાર્યકર્તાઓ સહિતનાઓએ સતત આઠ દિવસ–રાતથી સાથ સહકાર આપનાર અને આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તેમજ રાજકોટ શહેરના ભારતીય જનતા પાર્ટીના આ કાર્યક્રમમાં પધારેલ સાધુ સંતો, મહંતો, એનજીઓ, વિવિધ સંસ્થા, સમાજના આગેવાનો, ઉધોગપતિઓ, વિવિધ એસોશીએશનના શ્રે ીઓ સહિત તમામનો આભાર વ્યકત કરતાં જણાવ્યું હતુ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૌનો સાથ સૌનો વિકાસ, દેશનો વિકાસ સાથે છેવાડાના માનવીનો વિકાસ થાય તેવા આશયથી સફળ બનાવવા બદલ ફરીથી સૌ કોઈ કાર્યકર્તાઓનો આભાર વ્યકત કર્યેા હતો.