ગુજરાત સરકારના નવા મંત્રી મંડળમાં રાજકોટ શહેરના એક પણ ધારાસભ્યનો સમાવેશ નહીં કરાતા આ મુદે પ્રતિક્રિયા વ્યક્ત કરતા રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ પરેશ ગજેરાએ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાંથી કોઈનો સમાવેશ ન કરાયો તે દુ:ખદ છે.
એકાદ ધારાસભ્યને તો મંત્રીમંડળમાં સ્થાન આપવાની જરૂર હતી
વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેર સૌરાષ્ટ્રનું પાટનગર છે અને સૌરાષ્ટ્રની ૨.૫૦ કરોડની વસ્તીના પાટનગર સમાન ૨૫ લાખની વસ્તીના રાજકોટ શહેરમાંથી કોઈ પણ એકાદ ધારાસભ્યને તો મંત્રીમંડળમાં સ્થાન આપવાની જરૂર હતી, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ડેવલપમેન્ટ માટે મંત્રીમંડળમાં રાજકોટનું પ્રતિનિધિત્વ હોવું જરૂરી છે.