રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમને દારૂની હેરાફેરીને અટકાવવામાં મહત્વની સફળતા સાંપડી છે. ક્રાઈમ બ્રાન્ચે રાજકોટ-અમદાવાદ હાઈવે પર બામણબોર ચેકપોસ્ટ નજીકથી દારૂ ભરેલો ટ્રક ઝડપી લીધો હતો. કાળા કલરની તાડપત્રીથી ઢાંકેલા આ ટ્રકમાં રૂપિયા 59.29 લાખની કિંમતનો 16,728 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના આ જથ્થા સાથે રાજસ્થાની ટ્રકચાલકની ધરપકડ કરી હતી. પોલીસની પૂછતાછમાં દારૂનો આ જથ્થો કર્ણાટકના હુગલી તરફથી લાવવામાં આવ્યો હતો અને દારૂ ટંકારા પાસે ઉતારવાનો હોવાનું ટ્રક ચાલકે રટણ કર્યું છે. આ અંગે પોલીસે ટ્રકચાલકને દારૂનો જથ્થો ઉતારવા માટેનું લોકેશન આપનાર મોબાઈલ નંબર ધારક અંગે તપાસ શરૂ કરી છે.
શંકાસ્પદ ટ્રક પસાર થતાં પોલીસે અટકાવ્યો
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ વી.ડી. ડોડિયા તથા તેમની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બોરીચા, દિપકભાઈ ચૌહાણ અને કોન્સ્ટેબલ વિશાલભાઈ દવેને એવી બાતમી મળી હતી કે, રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી દારૂ ભરેલો ટ્રક પસાર થનાર છે. જેથી પોલીસની ટીમે અહીં બામણબોર ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ ટ્રક પસાર થતાં પોલીસે આ ટ્રકને અટકાવ્યો હતો.
કુલ રૂપિયા 69,37,050 નો મુદ્દામાલ કબ્જે
ટ્રકમાં રહેલી તાડપત્રી હટાવી જોતા અંદરથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી દારૂની નાની-મોટી બોટલો મળી કુલ રૂપિયા 59, 29, 920ની કિંમતનો 16,728 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે ટ્રક ચાલક પુરખસિંહ સુજાનસિંહ રાજપુરોહિત (ઉ.વ 34 રહે. રડવા જી. બાડમેર, રાજસ્થાન)ને ઝડપી લઇ દારૂનો આ જથ્થો, ટ્રક, તાડપત્રી, દોરડું, મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા સહિત કુલ રૂપિયા 69,37,050 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દારૂનો આ જથ્થો ટંકારા ઉતારવાનો હતો
દારૂના જથ્થા સાથે ઝડપાયેલા ટ્રક ચાલકની પૂછતાછ કરતા કર્ણાટકના હુગલી પાસેથી ટ્રકમાં દારૂનો આ જથ્થો ભરવામાં આવ્યો હતો અને તે મહારાષ્ટ્રના કોલ્હાપુર મુંબઈ સહિતના રોડ પરથી અહીં પહોંચ્યો હતો. દારૂનો આ જથ્થો તેને ટંકારા ઉતારવાનો હતો જેનું લોકેશન વોટ્સએપ કોલ કરનાર શખસ દ્વારા આપવામાં આવનાર હતું. ત્યારે પોલીસે આ વોટ્સએપ નંબરના આધારે દારૂનો આ જથ્થો કોણે મંગાવ્યો હતો? અને ક્યાં સપ્લાય કરવાનો હતો? તે અંગે તપાસ હાથ ધરી છે.
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાની સુચના હેઠળ ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઈમ બી.બી. બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવની રાહબરી હેઠળ આ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ વી.ડી. ડોડીયા, હેડ કોન્સ્ટેબલ અમિતભાઈ અગ્રાવત, સંજયભાઈ રૂપાપરા, દીપકભાઈ ચૌહાણ, દિલીપભાઈ બોરીચા, મયુરભાઈ મિયાત્રા, રાજેશભાઈ જળુ, ગિરિરાજસિંહ જાડેજા, કોન્સ્ટેબલ પ્રદિપસિંહ જાડેજા, વિશાલભાઈ દવે અને જયરાજભાઈ કોટીલા સાથે રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિન્દ્રાના શો રૂમમાં તોડફોડની ઘટના
May 02, 2025 12:50 PMજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech