રાજકોટમાં ગતરાત્રે તોફાની પવન અને ગાજવીજ સાથે માવઠું વરસતા શહેરમાં પોણો ઈંચ પાણી વરસી ગયું હતું અને બે સ્થળે વૃક્ષ ધરાશાયી થયા હતા. દરમિયાન આજે બપોરે આ લખાય છે ત્યારે ૨–૩૦થી ૩–૦૦ વાગ્યા સુધીમાં વધુ અડધો ઈંચ પાણી વરસતા શહેરમાં કુલ સવા ઈંચ વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળે છે. યાજ્ઞિક રોડ ઉપર કરા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
મ્યુનિ.ફાયર બ્રિગેડ કન્ટ્રોલ મના સૂત્રોના જણાવ્યા અનુસાર ગત રાત્રે સેન્ટ્રલ ઝોનમાં બે મીમી, વેસ્ટ ઝોનમાં ૧૨ મીમી અને ઇસ્ટ ઝોનમાં ૧૨.૧ મીમી વરસાદ નોંધાયો હતો. દરમિયાન હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં ગત રાત્રે ૧૬ મીમી વરસાદ નોંધાયો હતો.
બપોરે અડધો કલાકમાં વધુ અડધો ઈંચ પાણી વરસી ગયું
પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ માવઠાનો વરસાદ હોય કે ચોમાસાનો સીઝનલ વરસાદ હોય ફાયર બ્રિગેડ અને હવામાન વિભાગના વરસાદના આંકડામાં રાબેતા મુજબ તફાવત જોવા મળ્યો હતો. ત્યારે આજે બપોરે અડધો કલાકમાં વધુ અડધો ઈંચ પાણી વરસી ગયું હતું.
ગોવિંદ રત્ન બંગલોની શેરીમાં આવેલા મિલેનિયમ ગ્લોરિયા બિલ્ડિંગ નજીક વૃક્ષ ધરાશાયી થયું
મ્યુનિ.ગાર્ડન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગતરાત્રે મીની વાવાઝોડા જેવો તોફાની પવન ફંકાતા શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયાની તેમજ વૃક્ષો નમી ગયાની ફરિયાદો મળી હતી જેમાં વોર્ડ નં.૨માં રેસકોર્સ રિંગ રોડ ઉપર એરપોર્ટ રોડના છેડે આવેલી જનતા જનાર્દન સોસાયટીમાં કમલ મકાન પાસેનું વૃક્ષ ધરાશાયી થયું હતું. તદઉપરાંત વોર્ડ નં.૧૧માં નાના મવા સર્કલ નજીક ગોવિંદ રત્ન બંગલોની શેરીમાં આવેલા મિલેનિયમ ગ્લોરિયા બિલ્ડિંગ નજીક વૃક્ષ ધરાશાયી થયું હતું.
પ્રિ–મોન્સૂન કામગીરીના ભાગરૂપે હોર્ડિંગ બોર્ડનું ચેકિંગ શરૂ કરાયું
મ્યુનિ.એસ્ટેટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ગત રાત્રે માવઠા દરમિયાન અમદાવાદ તેમજ વડોદરા શહેરમાં હોડિગ બોર્ડ ધરાશાયી થતા બે નાગરિકોના મોત નિપજ્યા હોય અગમચેતી દાખવી રાજકોટ શહેરમાં આજથી જ પ્રિ–મોન્સૂન કામગીરીના ભાગરૂપે હોર્ડિંગ બોર્ડનું ચેકિંગ શરૂ કરાયું છે.
ગોંડલમાં પણ ધોધમાર વરસાદ
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકા બાદ ગોંડલ શહેર તેમજ ગોંડલના ગ્રામ્ય પંથકોમાં પણ સતત બીજા દિવસે કમોસમી વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે માવઠાની આગાહી કરવામાં આવી હતી તે મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગોંડલ તાલુકાના ભોજપરા, બીલીયાળા, લુણાવા રીબડા સહિતના ગ્રામ્ય પંથકોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હોવાનું સામે આવ્યું છે. સતત બીજા દિવસે વરસાદી ઝાપટું પડતા ઉનાળુ પાક લેનાર ખેડૂતોમાં હાલ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMજામનગરના કાલાવડ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ
May 06, 2025 06:41 PMધો.૧૨ સાયન્સમાં ૧૦૦% પરિણામ સાથે મા. સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલની ઝળહળતી સિદ્ધિ
May 06, 2025 06:17 PMજામનગર ખાતે યોજાયેલ ફેન્સીંગની રાજ્યકક્ષાની સ્પર્ધાનું ભવ્ય સમાપન
May 06, 2025 06:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech