BREAKING NEWS

રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમારનો આજે જન્મદિવસ

  • August 11, 2026 09:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યસભાના સાંસદ અને ગીર-સોમનાથના વતની માનસિંહ પરમારનો આજે તા.૧૧ ઓગસ્ટના રોજ જન્મદિવસ છે. સાંસદ તરીકે શપથવિધિના માત્ર થોડા જ દિવસમાં ભારત સરકારે તેમને નાગરિક પુરવઠા તેમજ ગ્રાહકોની બાબતના મંત્રાલયના સ્થાયી સમિતિના સભ્ય તરીકે તેમની નિમણૂક આપી છે જે ગૌરવરૂપ ઘટના છે. પ્રભાસ પાટણ પાસેના કાજલી ગામે તા.૧૧ ઓગસ્ટ ૧૯૮૧ના રોજ જન્મેલા માનસિંહ પરમારે બી.ઇ.(કેમિકલ) તથા એલ.એલ.બી. સુધીનો ઉચ્ચ શૈક્ષણિક અભ્યાસ કર્યો છે. તેઓ ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ વિભાગના પ્રમુખ છે. માનસિંહ પરમારની સુદીર્ઘ રાજકીય કારકિર્દીમાં તેઓ  ૧૯૯૯થી ૨૦૦૪ સુધી એબીવીપીના સક્રિય કાર્યકર, ૨૦૦૫થી ૨૦૦૭ સુધી સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ, ૨૦૦૮થી ૨૦૧૦ સુધી જુનાગઢ જિલ્લા યુવા મોરચા ઉપપ્રમુખ, ૨૦૧૨થી ૨૦૧૪ સુધી ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય, ૨૦૧૫થી ૨૦૨૦ સુધી ગીર સોમનાથ જિલ્લા પંચાયતના સભ્ય, ૨૦૧૬થી ૨૦૨૦ સુધી ગીર સોમનાથ ભાજપના મહામંત્રી અને ૨૦૨૬થી રાજ્યસભાના સભ્ય પદે કાર્યરત છે. આજકાલ દૈનિક સાથે વર્ષોથી પારિવારિક નાતો ધરાવતા માનસિંહ પરમાર જીવનના આગામી વર્ષોમાં અપાર સફળતા અને લોકચાહના હાંસલ કરે તેમજ સિધ્ધિ પ્રસિધ્ધિ અને પ્રગતિના નવા શિખરો સર કરે તેવી આજકાલ દૈનિક પરિવારે શુભેચ્છા પાઠવી છે તેમના મોબાઇલ નં.૯૮૨૪૨ ૯૧૭૯૧ ઉપર સર્વત્રથી શુભેચ્છા વર્ષા થઇ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application