BREAKING NEWS

140 કરોડ દેશવાસીઓની આકાંક્ષાઓને સંતોષ આપનારું બજેટ, જાણો રાજ્યસભાના સાંસદ નરહરિ અમીને બજેટ સત્રમાં શું કહ્યું?

  • February 11, 2026 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

#aajkaal team


રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન દ્વારા સંસદમાં ચાલુ સભામાં ભાગ લીધો હતો. તેમને પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે, વર્ષ 2026-27 નું આ બજેટ 140 કરોડ દેશવાસીઓની આકાંક્ષાઓને સંતોષ આપનારુ બજેટ છે. જે દેશના અર્થતંત્રને મજબુત કરે છે અને વિકસિત ભારતનો રોડ મેપ દર્શાવે છે. લોકોના સપના સાકાર કરનારું છે અને ભારતનાં ઉજજવળ ભવિષ્યનાં પાયાને વધારે મજબુત કરે છે.

ભારત બહુ ઝડપથી વિશ્વની ત્રીજી સૌથી મોટી ઇકોનોમિ બને તે દિશામાં આગળ વધી રહ્યું છે. બજેટ ભારતની વૈશ્વિક ભૂમિકાને વધારે મજબૂત કરે છે. દેશનાંલોકોએ 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બતાવવાનો સંકલ્પ લીધો છે. આ બજેટ ઐતિહાસિક અને મહિલા સશક્તિકરણને વધારે મજબુત કરનાર છે.  



વધુમાં જણાવ્યુ હતું કે, મહિલા નાણામંત્રી નિર્મલા સીતારામને 9મી વખત બજેટ રજુ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ સંસદમાં નાણામંત્રીએ રજૂ કરેલ બજેટને આવકાર્યું છે. આ બજેટ વધારે શક્તિ પ્રદાન કરનારું અને ભારત જે રીફોર્મ એક્સપ્રેસ પર સવારી કરી રહ્યું છે તેને નવી ગતિ આપનારું છે. આ બજેટ ને કારણે ઈકોનોમી ને નવી ઉર્જા અને નવી ગતિ મળનારી છે.



નાણામંત્રીએ 2026ના બજેટમાં એક નવી ઉચ્ચ સ્તરીય સમિતિની રચનાની જાહેરાત કરી છે. આ સમિતિ ભારતનાં સેવાક્ષેત્ર પર એઆઈ જેવી નવી ટેકનોલોજીની અસરનો અભ્યાસ કરશે. સરકારનો હેતુ શિક્ષણ, રોજગાર આપીને લોકોને ઉદ્યોગ સાહસિક બનાવવાનો છે.



નાણામંત્રીએ બજેટમાં જણાવ્યું છે કે, ટેકનોલોજીનો યુગ છે. નવીટેકનોલોજીને અપનાવવાથી ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને દીવ્યાંગો માટે નવી તકો મળી શકે છે. આનાથી લોકો નવી કુશળતા શીખી શકશે અને રોજગારીની તકો વધશે.



(1) આયુર્વેદની 3 એઇમ્સ ભારતમાં ખુલશે જેમાં એક ગુજરાતનાં જામનગરમાં થશે.


(2) આગામી પાંચ વર્ષમાં બાયોફાર્મા સેક્ટરમાં 10,000 કરોડનું રોકાણ થશે.


(3) કેન્સર, ડાયાબીટીસ જેવી બીમારીઓની 17 દવાઓ સસ્તી થશે તેમજ આ દવા ભારતમાં બનશે.


(4) દેશમાં સાત હાઈસ્પીડ રેલ કોરીડોર અને 20 નવા જળમાર્ગ પણ બનશે.


(5) વાહન અકસ્માત ક્લેમ્સ પર મળનારું વ્યાજ હવે ટેક્સ ફ્રી હશે.


(6) મોટરએક્સિડેન્ટ ક્લેમ્સ ટ્રીબ્યુનલ દ્વારા કોઇપણ વ્યક્તિને અપાયેલ વ્યાજ કરમુક્ત હશે.


(7) ટેક્સટાઈલ મેગા પાર્ક તૈયાર કરવામાં આવશે.


(8) સરકાર દરેક જિલ્લામાં કન્યા છાત્રાલય શરૂ કરશે.


(9) વિદેશમાં મુસાફરી, અભ્યાસ અને પૈસા મોકલવા માટે રાહત આપવામાં આવશે.


(10) સંરક્ષણ બજેટમાં 15% વધારો કરવામાં આવ્યો છે.


(11) દેશનું આરોગ્ય બજેટ રૂપિયા 104.599 કરોડ કરવામાં આવ્યું છે.


(12) 2.19 લાખ કરોડ રૂપિયા મૂડી ખર્ચ માટે ફાળવવામાં આવ્યા છે.


(13) 63733 કરોડ રૂપિયા વિમાન અને એરો-એન્જીન પરખર્ચવામાં આવશે.


(14) 25.023 કરોડ રૂપિયા નૌકાદળ માટે ફાળવવામાં આવ્યા છે.


(15) ઈલેક્ટ્રોનિકસ માટે બજેટ 22919 કરોડથી વધારીને 40,000 કરોડ કરવામાં આવ્યું છે.


(16) મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રોનિકસ વસ્તુઓના ઉત્પાદન પર ભાર મુકવામાં આવેલ છે.


(17) સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવામાં આવશે.


(18) કાપડ, ખાદી, હાથવણાટ, હસ્તકલાઅને રમતગમતનાં સાધનો માં વધુ રોકાણો કરી પ્રોત્સાહન આપવામાં આવશે.


(19) બાયોફાર્મામાં 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થશે જેમાં 50% રોકાણ ગુજરાતમાં થશે.


(20) 10 થી 12 કલસ્ટર પ્લાન ગુજરાતમાં બનશે.


(21) સેમીકંડકટર ચિપમાં 1.30 લાખ કરોડ રૂપિયા નું રોકાણ કરવામાં આવશે. સેમીકંડકટર ચિપના સૌથી વધુ 5 પ્લાન્ટ ગુજરાતમાં થશે.


(22) વીબી જી રામ જી યોજનાને 96 હજાર કરોડ રૂપિયાઅને જૂનીમનરેગા યોજના માટે 30 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. 100 દિવસનાં બદલે 125 દિવસ રોજગારીઅને ખેતીની સીઝનના 60 દિવસ અલગ એમ કુલ 185 દિવસની રોજગારી અપાશે.


(23) ગ્રામિણ વિસ્તારો અને ગામડાઓના વિકાસ માટે બજેટમાં 21 ટકા ફાળવાયા છે.


(24) પંચાયતોની સહાય બમણી કરવામાં આવશે.


(25) આત્મનિર્ભર ગામડા તરફ પ્રયાણ સરકાર કરી રહી છે. ખેડૂતો માટે નેશનલ ડ્રાઈવ સ્કીમ તૈયાર કરવામાં આવનાર છે.


(26) ઓપરેશન સિંદુર બાદ સંરક્ષણ બજેટમાં 1 લાખ કરોડ રૂપિયાનો વધારો કરવામાંઆવ્યો છે.


(27) સેનાના આધુનિકરણ પર ભાર મુકવામાં આવશે અને આઉટલેટ 2184 ટકાના વધારા સાથે 2.19 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.


(28) ચાર દેશો સાથે જોડાયેલી સરહદો પર ડ્રોન કેમેરાથી દેખરેખ રાખવામાં આવશે.


(29) ખાનગી ક્ષેત્રની ભાગીદારી સાથે પાંચ મેડીકલ હબ સ્થાપવામાં આવશે.


(30) ફાર્મા સેકટરમાં રોજગારી અને નોકરીઓની નવી તકો ઉભી કરવમાં આવશે.


(31) નવા ટેક્ષટાઈલ પાર્ક બનશે.તેના માટે રૂપિયા12000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.


(32) વિદેશમાં પૈસા મોકલવામાં માટે TCS પાંચ ટકાથી ઘટાડી બે ટકા કરવામાં આવ્યો છે.


(33) રૂપિયા 12.2 લાખ કરોડડીજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફાળવવામાં આવ્યા છે.


(34) રૂપિયા1.70 લાખ કરોડ ખાતર માટે ખર્ચાશે.


(35) રૂપિયા3610 કરોડ નકસલી ક્ષેત્રોની સુરક્ષા માટે ખર્ચાશે.


(36) ધોળાવીરા અને લોથલ સહીતનાં સ્થળોને પ્રવાસનતરીકે વિકસાવવામાં આવશે.


(37) ગુજરાત સહીત રાજ્યોની પોલીસને વધુ આધુનિક બનાવવા 4061 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.


(38) ગુજરાત– પાકિસ્તાન સાથેની જળ-જમીન સરહદે સુરક્ષા માટે 5266 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.


(39) દેશમાં 13537 પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો શરૂ થયા છે. જ્યાંથી દવાઓ 80% રાહત દરે આપવામાં આવે છે. જેથી લોકોનાં લગભગ રૂપિયા 38000 કરોડની બચત થઇ છે.


(40) પ્રધામંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 81.35 કરોડ ગરીબોને નિ:શુલ્ક 5 કિલો અનાજ આપવામાં આવે છે.


(41) પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત 56.72 કરોડ લાભાર્થીઓના બેંક એકાઉન્ટ 0(ઝીરો) રૂપિયા થી ખોલવામાં આવ્યા છે.


(42) પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના અંતર્ગત 10.33 કરોડ મહિલાઓ ને નિ:શુલ્ક LPG ગેસ કનેક્શન મળ્યા છે.


(43) પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત 68 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને રૂપિયા  13736.14 કરોડની લોન મંજૂર થઇ છે. જે પૈકી 65% અનુ.જાતિ, અનુ.જનજાતિ અને OBC વર્ગનાં લાભાર્થીઓ છે.


(44) પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત) નાં અંતર્ગત 41.91 કરોડ થી વધુ આયુષ્માન કાર્ડ ઇસ્યુ થયા. 9.42 કરોડ થી વધુ લાભાર્થીઓને નિશુલ્ક સારવાર મળી છે.

આયુષ્માન ભારત યોજના હેઠળ રૂપિયા 5 લાખ સુધી ની સારવાર મફત આપવામાં આવે છે. ગુજરાતમાં આ યોજના અને“માં અમૃતમ યોજના” એમ બંને યોજનાઓમાં કુલ 10 લાખ રૂપિયા સુધી ની સારવાર મફત આપવામાં આવે છે. 


(45) છેલ્લા 10 વર્ષમાં ગરીબો માટે 4 કરોડ થી વધુ પાક્કા મકાનો નું નિર્માણ થયું છે.


(46) જલ જીવન મિશન અંતર્ગત છેલ્લા 5 વર્ષમાં 12.5 કરોડ નવા પરિવારોને નળ થી સ્વચ્છ પીવાનું પાણી પહોચાડ્યું છે.


(47) પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ અંતર્ગત ખેડૂતોનાં ખાતામાં રૂપિયા 4 લાખ કરોડ સિધ્ધા જમા કરવામાં આવ્યા છે.


(48) ગુણવત્તાયુક્તશિક્ષણને પ્રાથમિકતા આપતા આદિવાસી વિસ્તારમાં 400 થી વધુ એકલવ્ય મોડેલ નિવાસી વિદ્યાલયો શરૂ કરવામાં આવ્યા છે.


(49) પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ગ્રામિણ ભારત ને જોડતા 18000 કિલોમીટરનાં નવા રસ્તા બનાવવામાં આવ્યા છે.


(50)જમ્મૂથી કેરાલા સુધી ચાલી રહેલ150 વંદે ભારત ટ્રેન ઝડપી વાહનવ્યવહાર માટેની સરકારની પ્રતિબધ્ધતા દર્શાવે છે.


(51) માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી નાં દુરંદેશી નેતૃત્વમાં મેટ્રો નેટવર્ક 1000 કિલોમીટરનો આંકડો પાર કર્યો છે. જેનાથીભારત મેટ્રો નેટવર્કમાં વિશ્વમાં ત્રીજા સ્થાન પર પહોંચી ગયું છે. 


(52) વર્ષ2014 માં ઇન્કમટેક્ષ રીટર્ન ફાઈલિંગની સંખ્યા 3.6 કરોડ હતી. જે આજે વર્ષ 2025-26 માં 7.3 કરોડ જેટલા રિટર્ન ફાઈલ થયા છે. ઇન્કમટેક્ષ સીસ્ટમ ની અંદર વર્ષ2020 માં ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ શરૂ કરવામાં આવી.


(53) પર્સનલ કોન્ટેક્ટ ખતમથવાને કારણે ફેસલેસ થી પ્રક્રિયામાં એકરૂપતા આવી અને કર દાતાઓનો ભરોસો મજબૂત થયો છે. આ સ્કીમ ભ્રષ્ટાચારને સૌથી નીચેનાં લેવલ પર લાવવામાં સફળ રહી છે.


(54) અત્યારેભારતદેશમાં GSTમાં પણ રેકોર્ડ બ્રેક ઇન્કમ સરકાર માં થઇ રહી છે. મારી સરકારને એ પણ રજૂઆત છે કે, GSTને પણ ઇન્કમટેક્ષની જેમ ફેસલેસ સીસ્ટમમાં દાખલ કરવી જોઈએ. જેના અનેક લાભો GST ભરનાર લોકોને મળશે. 


(55) 2014-15 માં રમતગમત મંત્રાલયનું બજેટ 1643 કરોડ હતું. ચાલુ નાણાંકીય વર્ષ 2026-27 માટે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે સ્પોર્ટ્સનાં ડેવલપમેન્ટ માટે 4479.88કરોડની રેકોર્ડ ફાળવણી કરેલી છે. જે 172% ગણો વધારો બજેટમાં કરેલો છે.


(56) વર્ષ 2030 માં કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિકસ 2036 માટેની તૈયારીના ભાગરૂપે અમદાવાદ ને ‘સ્પોર્ટ્સ સીટી’ બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બજેટમાં રૂપિયા 430.84 કરોડ સૂચવવામાં આવ્યા છે. ઉપરાંત આગામી “વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ-2029”ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને કેવડિયા ખાતે યોજાનાર છે. સ્પોર્ટ્સ માટે ગુજરાતને અલગથી બજેટ મળેજ છે. તેમાં વધારો કરવા માટે  મારી આપને વિનંતી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application