જામનગરની મોટી હવેલી દ્વારા હોળી ડોલોત્સવ અંતર્ગત શયન દર્શનમાં રાળ અને ઘેરૈયા યોજાયા
જામનગરની મોટી હવેલી દ્વારા હોળી ડોલોત્સવ અંતર્ગત શયન દર્શનમાં રાળ અને ઘેરૈયા યોજાયા
February 28, 2026 11:25 AM
ભગવાન શ્રીકૃષ્ણને જ સર્વસ્વ માનનારા સંપ્રદાયમાં હોળી ધૂળેટીનું ખૂબ જ મહત્વ હોય છે. ત્યારે દર વર્ષે હોળી પૂર્વે હવેલીઓમાં ફાગણ માસમાં રંગોત્સવ પણ યોજાતો હોય છે. જામનગરમાં પણ વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે.
જામનગરની હવેલી દ્વારા હોળી ડોલોત્સવ અંતર્ગત શયન દર્શનમાં રાળ અને ઘેરૈયા યોજાયા હતા. તા. ૨૭ ફેબ્રુઆરીથી ૨ માર્ચ દરરોજ રાત્રે ૭.૩૦ પછી આ મનોરથ ઉત્સવ ઉજવાશે.
રાળ ઉત્સવ દરમિયાન પરંપરા મુજબ અગ્નિ વારંવાર ભડકાનું રૂપ ધારણ કરે છે. આ આગને રાળ કહેવામાં આવે છે. જેને ગોપીઓના હૃદયમાં ઉઠતી વિરહની રાળની પ્રતિકૃતિ માનવામાં આવે છે. હવેલીમાં હોળી ખેલમાં ભક્તોના વિરહના ભાવથી પ્રભુ સન્મુખ શયન સમયે રાળ ફૂંકાય છે.
જ્યાં તિલક બાવા દ્વારા પ્રાચીન પરંપરા અનુસાર રાળના મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુસભવી હતી.