BREAKING NEWS

જીતુ વાઘાણી અને કૌશિક વેકરિયાને તક મળતા રમેશ ટીલાળાનું પત્તું કપાયું

  • October 17, 2025 04:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દક્ષિણ રાજકોટના ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા ચૂંટાયા ત્યારથી પ્રારંભિક તબક્કેથી જ મંત્રી પદની રેસમાં હતા, પ્રથમ મંત્રી મંડળ બન્યું ત્યારથી તેમના મત વિસ્તારના આગેવાનો અને કાર્યકરોને એવી આશા હતી કે વ્યાપાર ઉદ્યોગ જગતમાં મોટું નામ ધરાવતા રમેશભાઇ ટીલાળાનો જરૂરથી ક્યાંકને ક્યાંક સમાવેશ કરાશે પરંતુ આવું પણ બન્યું ન હતું. 


લોબિંગ રેસમાં પહેલેથી જ આગળ હતા

જ્યારે તાજેતરમાં મંત્રી મંડળના વિસ્તરણની વાત શરૂ થઈ ત્યારથી તેમના માટે લોબિંગ થઈ રહ્યું હતું. પરંતુ રાજકોટ જિલ્લાના ધારાસભ્ય જયેશ રાદડિયા પણ તેમની સાથેની લોબિંગ રેસમાં પહેલેથી જ આગળ હતા. જ્યારે આજરોજ મંત્રીમંડળ માટે જાહેર થયેલા નવા નામોમાં પશ્ચિમ ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા સહિત બે લેઉવા પાટીદાર ધારાસભ્યનો સમાવેશ થતા રમેશભાઇ ટીલાળાનું પત્તુ કપાઇ ગયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application