મોરબીમાં બે માનસિક અસ્થિર મહિલાઓ સાથે સંસ્થામાં દુષ્કર્મ: બેની ધરપકડ કરાઈ
મોરબીમાં બે માનસિક અસ્થિર મહિલાઓ સાથે સંસ્થામાં દુષ્કર્મ: બેની ધરપકડ કરાઈ
January 10, 2026 11:25 AM
આજના ઇન્ટરનેટ યુગમાં મોબાઈલને કારણે યુવાનો આંગળીના ટેરવે માહિતી મેળવી શકે છે તો મોબાઇલની આડ અસર પણ જોવા મળે છે મોબાઈલને કારણે વિકૃતિ પણ વધી રહી છે અને દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે મોરબીમાં આવેલ એક સંસ્થામાં માનસિક અસ્થિર બે મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી છે. બનાવની વિગતો મુજબ મોરબી શહેરમાં લીલાપર રોડ પર આવેલી યદુનંદન ગૌ શાળા નામની સંસ્થામાં રહેતી એક નહીં પરંતુ બે બે માનસિક અસ્થિર મહિલાઓને હવસનો શિકાર બનાવવામાં આવી હતી રાત્રિના ૯ વાગ્યે બે ઇસમો રૂમમાં ઘૂસી આવ્યા હતા અને બંને માનસિક અસ્થિર મહિલાઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. બન્ને મહિલાઓની ઉંમર ૩૫ વર્ષથી વધુ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. બંને ઇસમો સંસ્થાની દિવાલ કૂધા હતા અને રૂમની દીવાલમાં બાકોંરૂ પાડી રૂમમાં ઘૂસી દુષ્કર્મ આચર્યું હતું બનાવની જાણ થતા પોલીસ ટીમો દોડી ગઈ હતી અને બંને આરોપી ડાયાભાઈ ખાનાભાઈ ચૌહાણ તેમજ હરેશ જીવાભાઈ સોલંકીને ગણતરીની કલાકોમાં ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી પ્રા થઈ છે.