ઘણા ફેમસ સ્ટાર્સના બાળકોએ ફિલ્મોની દુનિયામાં આવવાનું નક્કી કર્યું. ઘણી સુપરહિટ ફિલ્મો આપનાર એકટ્રેસની દીકરીનું નામ પણ આ લિસ્ટમાં જોડાવા જઈ રહ્યું છે. તેની ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. તે માત્ર 19 વર્ષની છે. પરંતુ તે દરેક પાર્ટી-ઇવેન્ટમાં પોતાની સ્ટાઇલ અને ફેશનથી લાઈમલાઈટ ચોરી લે છે.એ સુંદર છોકરી બીજું કોઈ નહી રવિના ટંડનની દીકરી છે. તેનું નામ રાશા થડાની છે અને ઉંમર 19 વર્ષ છે. રાશાની ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું નામ 'આઝાદ' છે.
ફિલ્મ 'આઝાદ'નું નિર્દેશન અભિષેક કપૂરે કર્યું છે. આ એક એક્શન-એડવેન્ચર ફિલ્મ છે. ફિલ્મમાં રાશા સાથે અજય દેવગનનો ભત્રીજો અમન દેવગન પણ જોવા મળશે. ફિલ્મ 'ઉઈ અમ્મા'નું ટાઈટલ સોંગ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે.
એક્ટિંગની સાથે રાશા તેની સ્ટાઇલ અને ફેશન માટે પણ ચર્ચામાં રહે છે. તે અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે ગ્લેમરસ તસવીરો શેર કરે છે, જેને ઘણી લાઈક્સ મળે છે. ઇન્સ્ટાગ્રામ પર રાશાને 1 મિલિયનથી વધુ યુઝર્સ ફોલો કરે છે.
રાશાએ વર્ષ 2023માં ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. હવે તે પણ તેની માતા રવિના ટંડનની જેમ ફિલ્મોની દુનિયામાં કામ કરશે.
રાશા અને રવિના ખૂબ જ ખાસ બોન્ડ શેર કરે છે. બંને પૂજા અને ભક્તિમાં માને છે. રાશા ઘણીવાર રવિના સાથે અલગ-અલગ મંદિરોમાં જોવા મળે છે.
એક્ટિંગ સિવાય રાશાને ફોટોગ્રાફીમાં પણ રસ છે. વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર રાશાએ પોતે કહ્યું હતું કે તેને ફોટોગ્રાફીનો ખૂબ શોખ છે.
ફિલ્મ 'આઝાદ'ની વાત કરીએ તો આ ફિલ્મ 17 જાન્યુઆરી 2025ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ સતત ચર્ચામાં છે. રાશા અને અમનની જોડીને ફેન્સ કેટલો પ્રેમ આપે છે તે જોવું રહ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech