BREAKING NEWS

બેડીમાં વેપારી પર હુમલો કરનારા ડગુમગુ ચાલ્યા, દોરાડાથી બાંધી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવાયું, લોકોના ટોળા ભેગા થયા

  • January 07, 2026 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

થોડા દિવસ પહેલા રાજકોટના બેડીમાં દાળ પકવાનના ધંધાર્થી પર પાંચ શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસે આરોપીઓને પકડી પાડી આજે તેનો વરઘોડો કાઢ્યો હતો. દોરડાથી બાંધી આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. આરોપીઓ ડગુમગુ પગે ચાલતા જોવા મળ્યા હતા. આ દૃશ્યો જોવા માટે લોકો ટોળે વળ્યા હતા. ​​​​​​​

લોકો વચ્ચે પડતા વેપારીનો જીવ બચી ગયો હતો


રાજકોટ જિલ્લામાં આવેલા બેડી ગામ પાસે થોડા સમય પહેલા અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. બેડી ગામ પાસે વેપારી પર પાઇપ, ધોકાથી હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ અસામાજિક તત્ત્વો એક કારમાં આવ્યા હતા. દેવશી બાબુતર સહિત 5 અસામાજિક તત્ત્વો દ્વારા વેપારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા હતા. જેમાં અસામાજિક તત્ત્વો એક કારમાં આવ્યા હતા અને વેપારીને લાકડી, પાઈપ જેવા હથિયારો સાથે જાનથી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. આસપાસના લોકો વચ્ચે પડતા વેપારીનો જીવ બચી ગયો હતો.


ફિલ્મી ઢબે વેપારીને માર મારવામાં આવ્યો હતો

બેડી ગામ પાસે દાળ પકવાનના ધંધાર્થી પર આ ખૂની હુમલો થયો હતો. હાથમાં પાઇપ અને ધોકા લઈને ફોર્ચ્યુંનર કારમાં આવેલા શખ્સો ફિલ્મી ઢબે વેપારીને માર મારવા લાગ્યા હતા. રાજકોટ પોલીસનો અને કાયદાનો જાણે ડર જ ન હોય તે રીતે લુખ્ખાઓ બેફામ બન્યા હતા. આ કારમાં કાળા કાચ હતા. આ શખ્સોએ આતંક મચાવ્યો હતો. આ ઘટનામાં ભોગ બનનાર વેપારીએ પોલીસ કમિશનરને સખત કાર્યવાહી કરવા અરજી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application