પર્યટકોની પ્રિય જગ્યા એવા સિંગાપોરમાં કોરોનાએ ફરી દેખા દીધી છે અને ૭ દિવસમાં ૨૫૯૦૦ કેસ સામે આવ્યા છે, આથી સરકાર પણ સબડી બની ગઈ છે,કોરોનાના વધતા જતા કેસો અંગે માહિતી આપતાં આરોગ્ય મંત્રી ઓગં યે કુંગે કહ્યું કે અત્યારે આપણે કોવિડની શઆતી લહેર છીએ. અહીં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે.અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગામી બેથી ચાર અઠવાડિયામાં કોરોના વેવ તેની ટોચ પર હશે. આ સમય જૂનના મધ્ય અને અંતની વચ્ચે રહેશે.
દુનિયાભરમાં ૨૦૨૦નું વર્ષ એક ભયજનક રીતે પસાર થયુ છે. સમગ્ર દુનિયામાં કોરોના મહામારીથી ભારે જાન–માલને નુકસાન પહોંચ્યુ હતુ, દુનિયાના મોટાભાગ દેશો કોરોનાથી બચવા માટે લોકડાઉન અને વેકિસનેશન કરી રહ્યાં હતા અને માંડ માંડ તે સ્થિતિમાંથી દુનિયા આજે બહાર આવી છે, જોકે, હવે એક ડરાવનારા સમાચાર ફરીથી સામે આવ્યા છે. કેમકે સિંગાપોરમાં ફરી એકવાર કોરોનાએ એન્ટ્રી મારી છે. અહીં ૫ થી ૧૧ મે સુધીમાં ૨૫,૯૦૦ થી વધુ કોરોના કેસ નોંધાયા છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા આરોગ્ય મંત્રી ઓગં યે કુંગે લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે.
સ્વાસ્થ્ય મંત્રી ઓગં યે કુંગે લોકોને અપીલ કરી અને કહ્યું કે જે લોકો ગંભીર બીમારીથી પીડિત છે અથવા જેઓ ૬૦ કે તેથી વધુ ઉંમરના છે તેમણે કોરોના વેકસીનનો વધારાનો ડોઝ લેવો જોઈએ. અને સામાન્ય નાગરિકોએ પણ માસ્કને જીવનમાં સ્થાન આપી જ દેવું જોઈએ જેથી મહામારીની ફરી અસરોમાંથી બચી શકાય
દર્દીઓની સંખ્યામાં વધારો
સિંગાપોરમાં કોરોના દર્દીઓની હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા સતત વધી રહી છે. એક અઠવાડિયાથી દરરોજ ૧૮૧ કોરોના દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા હતા. હવે આ આંકડો વધીને ૨૫૦ થઈ ગયો છે. જો કે, ગયા અઠવાડિયે બે કેસની સરખામણીએ આઈસીયુમાં દાખલ થયેલા કેસોની સંખ્યા હવે ત્રણમાંથી એક છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech