રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ટેકનિકલ એરરને કારણે નિકાસકારોના અટકાયેલા આઈ.જી.એસ.ટી.રિફંડ પરત આપવાની પક્રિયા ઝડપથી પુર્ણ કરવા મુંદ્રા કસ્ટમ્સ કમિશ્નર સમક્ષ ભારપુર્વક રજુઆત કરવામાં આવી છે.
રાજકોટ-સૌરાષ્ટ્રના નિકાસકારોને પડી રહેલી મુશ્કેલીઓનું યોગ્ય નિરાક૨ણ લાવવા માટે રાજકોટ ચેમ્બ૨ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા હર હંમેશ અગ્રેસર રહી મહત્વની ભુમિકા ભજવે છે. નિકાસકારો ભારત દેશના અર્થતંત્રને વધુ મજબુત બનાવવા માટે ખુબ જ મહત્વપુર્ણ યોગદાન આપી રહયું છે. તેમજ વિદેશી મુડી રોકાણ અને રોજગાર સર્જનમાં અગ્રેસર રહે છે.
હાલમાં ટેકનિકલ એ૨૨ને કારણે હજારો નિકાસકારોના લાખો-કરોડોના આઇજીએસટી રીફંડ અટકાયેલા છે. જેના કારણે નિકાસકારોને ગંભીર નાણાંકીય નુકશાની સામનો કરવો પડી રહયો છે. તેમજ વર્કિંગ કેપીટલ અટવાઈ જતા ઓર્ડરો સમયસર પુર્ણ કરવાનું પણ મુશ્કેલ બની રહયું છે. આમ નિકાસકારોને ભોગવવી પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા દ્વારા મુંદ્રા કસ્ટમ્સ કમિશ્નરને ભારપુર્વક ૨જુઆત ક૨વામાં આવેલ છે કે, આવા નિકાસકારોના તાત્કાલીક નવા સ્ક્રોલ જનરેટ કરી અટકાયેલા આઇજીએસટી રીફંડ ૫૨ત આપવાની પ્રક્રિયા ઝડપથી પુર્ણ કરવી. જેથી કરીને તેઓ ઉપર આર્થિક ભારણ ન પડે અને સમયસર નિકાસ પ્રક્રિયા ચાલુ રહે તે માટે ત્વરિત યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application